ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળા સિવિલ હૉસ્પિટલના ICUમાં આગ, 7 નવજાત શિશુઓના જીવ જોખમમાં - નવજાત શિશુઓનો જીવ જોખમાયો

નર્મદાઃ જિલ્લામાંની સિવિલ હૉસ્પિટલ જર્જરિત હાલતમાં છે. જેના કારણે દર્દીઓના જીવ જોખમમાં મૂકાયાં છે. મંગળવારના રોજ 7 નવજાત શિશુઓનો જીવ હૉસ્પિટલમાં આગ લાગવાને કારણે જોખમાયા હતા. જો કે, નર્સની સમયસૂચકતાને કારણે બાળકોનો આબાદ બચાવ કરાયો હતો.

રાજપીપળા સિવિલ હૉસ્પિટલના ICU આગ લાગતાં 7 નવજાત શિશુઓ જીવ જોખમમાં મૂકાયો

By

Published : Aug 27, 2019, 6:11 PM IST

રાજપીપળા સિવિલ હૉસ્પિટલમાં નવજાત શિશુની હાલત નાજૂક હોવાથી તેમને ICUમાં રખાયાં હતાં. ત્યારે શોર્ટસર્કિટના કારણે આગ લાગવાથી નવજાત શિશુઓના જીવ જોખમાયા હતા. જો કે, નાઈટ ડ્યુટી કરતાં મહિલા નર્સે પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોનો જીવ બચાવ્યો હતો.

રાજપીપળા સિવિલ હૉસ્પિટલના ICU આગ લાગતાં 7 નવજાત શિશુઓ જીવ જોખમમાં મૂકાયો

ઘટનાની જાણ થતાં રાજપીપળા નગરપાલિકા ફાયર ફાઈટરો ઘટનાસ્થળે આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમો અને વીજ કંપનીની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

ABOUT THE AUTHOR

...view details