ગુજરાત

gujarat

By

Published : Jun 16, 2019, 8:59 PM IST

ETV Bharat / state

નર્મદા ખાતે પ્રવાસન માર્ગના 21 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું

નર્મદા: સાગબારાના દેવમોગરા ખાતે પ્રવાસન માર્ગ મકાન પંચાયતના 21 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. જેમાં નર્મદા વન વિભાગ દ્વારા 2.48 કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.  નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે વન પ્રધાન ગણપત વસાવા અને ભરૂચ સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય મહેશ વસાવા, મોતીલાલ વસાવા, ઘનશ્યામ દેસાઈ, સીસીએફ ડૉ.સશીકુમારની હાજરીમાં વનવાસી કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ 21 કરોડ ના કામોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા

જેમાં વન પ્રધાન ગણપત વસાવાએ આ વનવાસી કલ્યાણ મેળાને સૌથી મોટો મેળો ગણાવી સરકારની સિદ્ધિ ગણાવી હતી. જ્યારે ભરૂચ સાંસદ મનસુખ વસાવા તેમની આગવી છટામાં જણાવ્યું હતું કે, જંગલ પતી ગયું છે. પણ જંગલનું રક્ષણ કરવાનું હવે આદિવાસીઓ એ કરવું પડશે. કારણ કે, વન ખતમ તો આદિવાસીઓ ખતમ. નર્મદામાં કેટલાય જંગલો ખતમ થયા છે તો હવે જંગલનું રક્ષણ માટે કામ કરોની વાત કરી હતી. તેમજ આદિવાસીઓ અને વન વિભાગને પણ ટકોર કરી હતી.

નર્મદા ખાતે પ્રવાસન માર્ગના 21 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરાયું

ABOUT THE AUTHOR

...view details