પ્રાપ્ત વિગતો મુજબ, ડેડીયાપડા અને સાગબારામાં 1 ઇંચ જેટલોએ વરસાદ પડ્યો હતો. જેમાં ભારે નુકસાની સર્જાઈ હતી. જિલ્લા વહીવટી ટીમો, વીજ કંપનીની ટીમોએ દોડધામ કરી હતી. રાત્રે જાહેર માર્ગો પર તૂટી પડેલા ઝાડો પડવાને કારણે સાગબારા હાઇ-વે મુખ્ય માર્ગ પણ બંધ થઈ ગયો હતો. જો કે, બે કલાક બાદ સાગબારા હાઇ-વે ખુલ્લો કરાયો હતો.
નર્મદા જિલ્લામાં વાયુની અસર, ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ - rain
નર્મદા: જિલ્લામાં મંગળવારના રોજ બપોર બાદ અચાનક વાદળો કાળા ડિબાંગ બની ગયા હતા અને વાદળ છાયા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી હતી. જો કે, મોડી સાંજે અચાનક વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ તૂટી પડયો હતો.
નર્મદા
નર્મદા જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ચારે કોર ઠંડક પ્રસરી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તાર નુકસાની પણ ઘણી થઈ સત્તાવાર તંત્ર પાસે કોઈ નુકસાનીના આંકડા નથી. પરંતુ પ્રથમ વરસાદ નર્મદા જિલ્લામાં નુકસાની ચોક્કસ વર્તાવી ગયો છે.