ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળામાં અન્ય એક ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવાની મંજૂરી - રાજપીપળા કોરોના કેસ

નર્મદા જિલ્લામાં વધતા કોરોના કેસને લઈને ખાનગી હોસ્પિટલોમાં કોવિડના દર્દીઓ સારવાર લઇ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે ખાનગી હોસ્પિટલોને હાલ મંજૂરી આપવામાં આવી છે. પહેલા આનંદ હોસ્પિટલને 20 બેડની મંજૂરી મળી હતી હવે રાજપીપળાની સૂર્યા હોસ્પિટલને 20 બેડની મંજૂરી મળી છે.

રાજપીપળા
રાજપીપળા

By

Published : Apr 18, 2021, 2:12 PM IST

  • 40 દર્દીઓને તાત્કાલિક સારવારની વ્યવસ્થા
  • આર્થિક રીતે પણ ફાયદાકારક હશે આ હોસ્પિટલ
  • ઓક્સિજન ટેન્કથી લઈને CT-સ્કેન સુધીની સેવાઓ અપાશે

નર્મદા: સંતોષ ચોકડી પાસે આવેલા સૂર્યપ્લાઝા કોમ્લેક્સમાં સૂર્યા હોસ્પિટલ આવેલી છે. જેમાં કોવિડ હોસ્પિટલની મંજૂરી મળતા લોકોમાં રાહત થઇ છે. અત્યાર સુધી જેમ ખાનગી હોસ્પિટલોના બેડ માટે વડોદરા જવું પડતું હતું. હવે આવા 40 બેડની વ્યવસ્થા રાજપીપળામાં થઇ ગઈ છે. એટલે 40 દર્દીઓને તો તાત્કાલિક સારવાર સરકારના નિયંત્રણ હેઠળ મળી રહેશે અને વડોદરા કરતા ખર્ચ પણ ઘણો ઓછો થાય તેવી શક્યતા છે.

ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવાની મંજૂરી

આ પણ વાંચો:સિદ્ધપુર ખાતે 42 બેડની નવી કોવિડ હોસ્પિટલ શરૂ કરાઈ

MD ડોક્ટર કરશે દર્દીઓની સારવાર

ડો.યજ્ઞેશ બકરાણીએ જણાવ્યું હતું કે, રાજપીપળામાં હાલ કોરોનાની પરિસ્થિતિ ખુબ ગંભીર છે. સરકારની ગાઇડલાઇન પ્રમાણે અમારી સૂર્યા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ માટે 20 બેડની મંજૂરી આપી છે. અમે ઓક્સિજન ટેન્કથી લઈને CT-સ્કેન, વેન્ટિલેટર, PPE કીટ તમામ સુવિધા ઉભી કરી છે. MD ડોક્ટર દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details