- રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર ઉજવણી
- 9મી ઓગષ્ટના રાજપીપળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
- બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પોતાના મકાનનું ખાતમુહૂર્ત
નર્મદા : ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં 9મી ઓગષ્ટના રોજ નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપળામાં જીતનગર ખાતે સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આથી, રાજ્યકક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ નર્મદા જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે જ પોલીસ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના ઇમારતનું ખાતમુહૂર્ત
રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાવાનો હોવાથી નર્મદા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે અને આ સાથે "વિશ્વ આદિવાસી દિવસ" નિમિત્તે રાજપીપળામાં જીતનગર ખાતે રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમ પ્રસંગે જિલ્લામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના પોતાના મકાનનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે થશે. આ કાર્યક્રમમાં વન અને આદિજાતિ કલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવા પણ ઉપસ્થિત રહશે જેની તૈયારીઓ હાલ તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ દરમિયાન અનેક ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમનું રિહર્સલ પણ મોટા સ્કિન પર કરવામાં આવ્યું હતું, જેને જિલ્લા કલેક્ટરે નિહાળ્યું હતું.
આ પણ વાંચો:ડોક્ટર્સની હડતાળ ગેરમાન્ય, માંગ ખોટી છે : મુખ્યપ્રધાન રૂપાણી