- કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે યોજાશે સ્પીકર કોન્ફરન્સ
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ કરાવશે શુભારંભ
- કોન્ફરન્સને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન
નર્મદા: કેવડિયા ખાતે ટેન્ટ સીટી-2માં 80મી બે દિવસીય ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોની તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકર્સની સાથે સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકિયા નાયડુ , ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી જેવા મહાનુભાવો ખાસ ઉપસ્થત રહેશે.
કેવડિયા ખાતેના ટેન્ટસિટી 2માં 80મી રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવવાની છે ત્યારે કોરોનાને લીધે વહીવટી તંત્ર દ્વારા કોન્ફરન્સ હોલમાં બે ગજનું અંતર રાખી બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કાર્યક્રમ માટે VVIP મહેમાનોનું આગમન પણ શરૂ થઇ ગયું છે. તમામ મહેમાનો વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની પણ મુલાકાત લેશે.