ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે. ડેમમાં 1690 MCM પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે.
ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલકામામાં ડેમમાંથી દરરોજ 2557 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. મધ્યપ્રદેશ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, ગુજરાતમાંથી વીજળી અમને મળતી નથી. આ આક્ષેપો સાથે રાજકારણ પણ ગરમાયું છે. જેમાં આજે 1 વર્ષ બાદ CHPHના 3 ટર્બાઇન ચાલુ કરવાથી હાલ વીજળીનું ઉત્પાદન સારું કરવામાં આવ્યું છે