વડાપ્રધાને “મન કી બાત”માં ખાસ કરીને વધુ વૃક્ષારોપણની વાત કરી હતી. જેને જીતુભાઈ વાઘાણીએ દોહરાવી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જે વાતો છે, તેવા તો પ્રજા સમક્ષ મુકવા માટે દર મહિનાના રવિવારે મનકી વાત કરે છે. ત્યારે હવે આ મન કી બાત અહીં આવતા પ્રવાસીઓ સાંભળી શકે સમજી શકે તે માટે દર રવિવારે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ખાતે પણ ખાસ આયોજન કરવામાં આવશે.
વડાપ્રધાનની “મન કી બાત”નું પ્રથમવાર સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કરાયું આયોજન - જીતુ વાઘાણી રહ્યાં હાજર
કેવડીયા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના અંતિમ રવિવારના રોજ “મન કી બાત” કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. જેમાં તેઓ પોતાના મનની વાત નાગરિકો સમક્ષ રજૂ કરે છે. જે અંતર્ગત જુલાઇના મહિનાના અંતિમ રવિવારે "મન કી બાત" કરી હતી. જે દેશના તમામ વોર્ડ પર તેનું લાઇવ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ "મન કી બાત" કાર્યક્રમને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ દેસાઈ દ્વારા પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસે "મન કી બાત" કાર્યક્રમને માણ્યો હતો.
વડાપ્રધાન મોદીની 'મન કી બાત'નું પ્રથમવાર સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે કરાયું આયોજન
મીડિયા દ્વારા પુછવામાં આવેલા એક પ્રશ્ન કે, ભાજપના એક કાર્યકરે વાંકાનેર સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને લાફો માર્યો હતો. આ એક ભાજપના કાર્યકર અને પૂર્વ પાલિકા પ્રમુખ પણ હતા. જેના જવાબમાં જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, "આ બાબતે મને ચોક્કસ તો ખબર નથી, પરંતુ વૃદ્ધોને આ રીતે મારો એ યોગ્ય નથી. એ કાર્યકર હોય કે ગમે તે હોય પરંતુ ભાજપની વિચારધારામાં નથી".