ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડિયામાં 6 ગામના લોકો સાથે કોંગ્રેસના 10 MLAની મિટિંગ, પરત ફરતા પોલીસે કરી અટકાયત - BJP MP Mansukh Vasava

નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થયા બાદ આ વિસ્તારથી જોડાયેલા આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં વિકાસ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ બનાવીને હાલ કેવડિયાની આજુબાજુના 6 ગામોમાં તારની ફેન્સીંગ કરીને કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોએ આ 6 ગામના લોકોની સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગ બાદ પોતાના ઘરે જતા હતા, ત્યારે જ પોલીસે તમામ ધારાસભ્યની અટકાયત કરી હતી.

police when they came to meet 10 Congress MLAs
નર્મદામાં કેવડિયાના 6 ગામોના લોકોને કોંગ્રેસના 10 ધારાસભ્યો મળવા આવતા પોલીસે કરી અટકાયત

By

Published : May 30, 2020, 9:42 PM IST

નર્મદાઃ નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસન ધામ તરીકે વિકાસ થયા બાદ આ વિસ્તારથી જોડાયેલા આજુબાજુના 20 કિલોમીટરના વિસ્તારમાં વિકાસ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ બનાવીને હાલ કેવડિયાની આજુબાજુના 6 ગામોમાં તારની ફેન્સીંગ કરીને કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોએ આ 6 ગામના લોકોની સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગ બાદ પોતાના ઘરે જતા હતા, ત્યારે જ પોલીસે તમામ ધારાસભ્યની અટકાયત કરી હતી.

નર્મદામાં કેવડિયાના 6 ગામોના લોકોને કોંગ્રેસના 10 ધારાસભ્યો મળવા આવતા પોલીસે કરી અટકાયત

આ ગામના લોકોના વિરોધ વચ્ચે પોલીસને સાથે રાખીને આ કામ કરાઈ રહ્યું છે, ત્યારે હાલ ભારતભરમાં લોકડાઉન ચાલે છે, છતાં આ કામ કરીને સરકાર દ્વારા આ વિસ્તારના લોકોની જમીન હડપવાના આક્ષેપ સાથે સ્થાનિકો સાથે હવે રાજકારણીઓ પણ જોડાયા છે. શુક્રવારે ભરૂચના બીજેપી સાંસદ મનસુખ વસાવાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી આ કામ હાલ બંધ રાખવા વિનંતી કરી છે.

શનિવારે ગુજરાત કોંગ્રેસના 10 જેટલા ધારાસભ્યોએ આ 6 ગામના લોકોની સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગ બાદ પોતાના ઘરે જતા હતા, ત્યારે જ પોલીસ દ્વારા દમનગિરી કરી તમામ ધારાસભ્યને અટકાવતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેથી તમામ ધારાસભ્ય રોડ પર જ બેસી ગયા હતા અને પોલીસ અને સરકાર વિરુદ્ધ સૂત્રોચાર કર્યા હતા. જો કે, પોલીસે તમામ ધારાસભ્યની અટકાયત કરી કેવડિયા ખાતે લઈ જવામા આવ્યા હતાં.

નર્મદામાં કેવડિયાના 6 ગામોના લોકોને કોંગ્રેસના 10 ધારાસભ્યો મળવા આવતા પોલીસે કરી અટકાયત

ABOUT THE AUTHOR

...view details