સીએમ પેમા ખાંડુ સહિત પ્રધાનમંડળના સભ્યોએ SOU ની મુલાકાત લીધી નર્મદા/એકતાનગર:અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ તેમજ કેબીનેટના વરિષ્ઠ પ્રધાનોએ એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. સરદાર સાહેબની વિશાળ પ્રતિમા ભારતની એકતા અને અખંડિતતાની પ્રતીકરૂપ છે તેમ જણાવી અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવુ એક અનોખો અનુભવ છે અને ગુજરાતના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખુબ ખુબ આભાર માનુ છુ તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ ભારતમાં કર્યુ તેમ જણાવ્યું હતું.
સીએમ પેમા ખાંડુએ સરદાર સાહેબની પ્રતિમા અંગે પણ વિચાર વ્યક્ત કર્યો સરદાર સાહેબને વંદન:તેમને વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબનું આઝાદી પછી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટે ખુબ મોટુ યોગદાન રહ્યુ છે. અરુણાચલ પ્રદેશની જનતા વતી સરદાર સાહેબને વંદન કરૂ છુ. આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ ઝુબીન ગમીર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી હતી.
અનુભવો અને પ્રતિભાવ નોંઘ્યા: અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નોંધપોથીમાં પોતાની મુલાકાતના અનુભવો અને પ્રતિભાવ નોંઘ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી નાયબ કલેકટર ઉમેશ શુક્લએ અરૂણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.
- Karnnataka election 2023: ચૂંટણીની જીત કોંગ્રેસને આવતા વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં મદદ કરશે
- Mallikarjun Kharge: જેઓ 'કોંગ્રેસ મુક્ત ભારત' ઇચ્છતા હતા તેમને 'ભાજપ મુક્ત દક્ષિણ ભારત' મળ્યું
લેશર શો પણ નિહાળ્યો:આ વેળાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતો લેશર શો પણ નિહાળ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમની અરુણાચલ પ્રદેશ રાજયના નાયબ મુખ્યપ્રધાન ચોવના મે, પ્રધાન સર્વ વાંગ્કી લોવાંગ, આલો લિબાંગ, બામંગ ફેલિકસ તેમજ અરૂણાચલ પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ પાસંગ દોરજી અને રાજયના વરીષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.