નર્મદા:આવતીકાલે મહિલા દિવસ છે. ત્યારે અમે તમને આજે જે વાત કરવાના છીએ એ મહિલાઓની જે નર્મદામાં 108 માં રાત-દિવસ કામગીરી કરે છે અને લોકોને સેવા આપે છે. નારીની વાત આવે ત્યારે આવી મહિલાઓને સલામ છે. જે પોતાના પરિવારની ચિંતા વગર રાત દિવસ બીજાની ચિંતા કરે છે.
રાજ્યનો એક માત્ર એવો જિલ્લો જ્યાં 108 સ્ટાફમાં તમામ મહિલાઓ તમામ મહિલાઓ કાર્યરત:નર્મદામાં 108 માં તમામ મહિલાઓ કાર્યરત છે. જિલ્લા કલેકટર શ્વેતા ટીઓટીયા જેવો જિલ્લાના સિંહાસન ઉપરથી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપતા હોય છે. એ રીતે જિલ્લાના છેવાડાના આંતરિયાળ ગામડાઓમાં મહિલાની તકલીફે માટે એક કોલ પર 108 મહિલાઓ ખડેપગે સેવા આપે છે. રાજ્ય માં એક માત્ર જિલ્લો છે. જેના મહિલા કોલક્ટર થી લઇ 108 એમ્બ્યુલન્સ સેવા સુધી મહિલા કર્મચારીઓ સફળપૂર્વક નાગરિકોને સેવા આપે છે. સાથે મહીલાઓ માટે એક મિશાલ કાયમ કરે છે.
આ પણ વાંચો Bullet Train : નર્મદા નદી પર બુલેટ ટ્રેનનો સૌથી લાંબો બ્રિજ
કુદરતી વિભિન્ન પડકારો: નર્મદા જિલ્લા કૂદરતી વિભિન્ન પડકારો વાળો છે. જેમાં જંગલો, આંતરિયાળ ગામડાઓમાં, વિભાજિત જનજીવન, આદિવાસી વિસ્તારો સાથે જંગલો વચ્ચે પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે. સાથે પૂરની પરિસ્થિતિનું સામનો કરતો હોય છે. એવામાં મહિલાઓ ને પડતી સમસ્યાઓ દૂર કરવામાં મહિલા અધિકારીઓ થી લઇ કર્મચારીઓ સતત તત્પર અને કટિબદ્ધ રહતી હોય છે. જિલ્લા માં માતા મુત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો એમનાં માટે આ મહિલાઓ સિંહફાળો રહ્યો છે. સાથે પ્રથમ કોલ પર આંતરિયાળ ગામડાઓમાં વિભાજિત જનજીવન ને પ્રતિસાદ આપતી અને આકસ્મિક સંજોગોમાં મહિલાઓને 108 સેવાનું અગ્રસર રહતી હોય છે. એટલે જ તો રાજ્ય સરકાર દ્વારા ચાલતી 108 સેવા સમાજમાં વ્યાપક સ્વીકૃતિ પામી છે.
રાજ્યનો એક માત્ર એવો જિલ્લો જ્યાં 108 સ્ટાફમાં તમામ મહિલાઓ આ પણ વાંચો નર્મદા પરિક્રમા: 4 વર્ષની માસૂમ બાળકી ની હિંમત જોઈને તમે પણ ચોંકી જશો
બજેટથી માંડીને નારી અદાલતની સ્થાપના: આજે નારી ધરા થી ગગન સુધીના પુરૂષ આધિપત્યવાળા ક્ષેત્રોમાં પણ પગરણ કરી ચૂકી છે. ત્યારે મહિલાઓની સેવામાં રાજ્ય સરકાર દ્વારા મહિલાલક્ષી બજેટથી માંડીને નારી અદાલતની સ્થાપના કરવાં જેવાં પગલાઓ દ્વારા મહિલાઓનું સશક્તિકરણ થાય તે દિશાના પગલાં ઉઠાવ્યાં છે. ભારતીય શાસ્ત્રોમાં પણ ‘નારીનો વાસ હોય ત્યાં ભગવાનનો વાસ હોય છે’, ‘નારી તું નારાયણી’, ‘નારી તું ના હારી’ તેવાં કથનો દ્વારા મહિલામંડન કરી નારી શક્તિનો પરિચય આપવામાં આવેલો જ છે.
રાજ્યનો એક માત્ર એવો જિલ્લો જ્યાં 108 સ્ટાફમાં તમામ મહિલાઓ ખ્યાતી અને સફળતા: નર્મદા જિલ્લામાં વર્ષ 2008 થી આજે દીવસ સુધી 108 સેવા મહિલા સગર્ભા અવસ્થામાં આશીર્વાદરૂપી નીવડી છે. અનેક વાર 108 સેવા દ્વાર એમ્બ્યુલન્સ માં સફળ પ્રસૂતિ કરાવી હોવાં સાંભળ્યું છે. આ રીતે મહીલાઓ માટે અસરકારક સાબિત થાય છે. સાથે તેની ખ્યાતી અને સફળતાં દર્શાવે છે. આ રીતે જિલ્લાના મહિલા વડા થી લઇ મહિલા કર્મચારીઓનું શ્રેષ્ઠ કાર્યને યોજનાબદ્ધ થકી નાગરિકોની સેવાઓ આપવા તત્પર અને કટિબદ્ધ રહે છે. આગવી અલૌકિક રીતે સમાજમાં ઉદાહરણ ઊભું કરવામાં આવ્યું છે. સાથે પુરુષ સમોવડી મહિલા વાક્યને સાર્થક કર્યું છે. આ રીતે ભારતભરમાં નર્મદા જિલ્લાના મહિલા શક્તિ થકી સિંહાસનથી લઇ છેવાડાના વિસ્તારો નાગરિકો સેવા પૂરી પાડતી મહિલા કર્મચારીઓ સસ્તિકરણની મિશાલ કાયમ કરે છે.