રાજપીપળાની પાસે આવેલા વડિયા જકાતનાકાથી દેવનારાયણ સોસાયટી સુધીનો રસ્તો ખરાબ પરિસ્થિતિમાં છે કે, સ્થાનીકોને સોસાયટીની બહાર નીકળી શકાતું નથી. કાચા રસ્તાને લઈને શાળાએ તેમજ કોલેજમાં જતા બાળકોને અવર જવરમાં ખૂબ તકલીફ પડે છે. જિલ્લા કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ રજુઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સ્થાનિક રહીશો આ મુશ્કેલી કેટલાક વર્ષોથી વેઠી રહ્યાં છે. જેને લઈને આંદોલન કરવા મજબુર બન્યા હતાં. સોસાયટીના આગેવાન સહીત મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પણ આ હડતાળમાં જોડાયા હતાં.
વડિયા ગામમાં રસ્તો ન બનતા સ્થાનિકો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા - wadiya District Collector Office
નર્મદા: જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની પાસે આવેલા વડિયા ગામ ચાર સોસાયટીઓમાં ગેલેક્ષી હોમ, લોટસ, ભાગ્ય લક્ષ્મી, તુલસીધામ સોસાયટી, દેવ આશિષના રહીશોએ ગાંધી ચીંધ્યા માર્ગે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જ્યાં સુધી રસ્તાની માગ નહીં સંતોષાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર જિલ્લા કલેકટર કચેરી બહાર બેસી રહેશે.
ETV BHARAT NARMADA
જકાતનાકાથી વડિયા ગામ વચ્ચે આવેલ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે. સોસાયટીના રહીશો રસ્તા વગર ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેના નિવારણ માટે 7થી 8 સોસાયટીઓ જ નહિં પરંતુ વાડિયા, કરાંઠા ,થરી સહીતના હજારો લોકો માટે ખુબ રાહત થઇ શકે છે. આ ખુબ અગત્યનો માર્ગ હોય તાત્કાલિક ધોરણે રસ્તો બનાવવો જરૂરી છે.