ગુજરાત

gujarat

ETV Bharat / state

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ - સચિવ અજય કુમાર ભલ્લા

નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં31 ઓક્ટોમ્બરના દિવસે કેવડિયા કોલોનીમાં તેની ઉજવણી કરાશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત રહી શકે છે. કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા ખાસ એકતા પરેડ યોજાશે, આ ઉપરાંત અનેક કાર્યક્રમો યોજાશે.

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ

By

Published : Sep 26, 2019, 1:17 PM IST

આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને એક વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આ દિવસે ભવ્ય કાર્યક્રમ થાય અને વડાપ્રધન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહની હાજરીમાં ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એકતા પરેડ પણ યોજાશે. તેના સર્વે માટે આજે દિલ્હી યુનિયન ઓફ સેક્રેટરીની ટીમ કેવડિયા ખાતે આવી પહોંચી હતી. જેમાં આ ટીમમાં ગૃહ સચિવ અજય કુમાર ભલ્લા તેમજ ગૃહ વિભાગના અલગ અલગ અધિકારીઓ હાજર રહ્યા હતા.

31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટનું 1વર્ષ થશે પૂર્ણ

તેઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વ્યુ પોઇન્ટ નંબર 1,ટેન્ટસિટી 1 અને 2,સર્કિટ હાઉસ,હેલિપેડ ગ્રાઉન્ડ વગેરે નું નિરીક્ષણ કર્યું હતુ. આ ટીમ 31 ઓક્ટોબરના દિવસે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિઝિટ કરશે. આ પ્રસંગે નર્મદા જિલ્લાના DSP હીમકર સિંહ, DYSP અચલ ત્યાગી, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details