નર્મદાઃ જિલ્લાના કેવડિયા વિસ્તારમાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ નજીકના ગામોમાં સ્થાનિકોને રોજગારી મળે તે માટે સરકારના CSR ફન્ડમાંથી હોમ બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રતિમાને લગભગ 1 વર્ષ પૂર્ણ થઈ ગયું છે અને જેને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યું છે, ત્યારે હાલની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે દર રોજ 15,000થી 20,000 પ્રવાસીઓ આવી રહ્યા છે. જેમને રેહવાની સગવડ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ગામોમાં હોમ સ્ટેનો પ્રોજેક્ટ સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાનના ડ્રિમ પ્રોજેક્ટ સ્ટેચ્યુને પગલે પ્રવાસીઓ વધી રહ્યા છે. જેન લીધે હોમમાં સ્ટે પ્રોજેક્ટ અમલ કરવામાં આવ્યો છે અને બીજું કારણ એ પણ છે કે, હોમમાં શરતે પ્રોજેક્ટ થકી સ્થાનિકોને રોજગારી પણ મળી રહે તેવો સરકારનો અભિગમ છે. હોમ સ્ટે જ્યારે હોમમાં સ્ટે પ્રોજેક્ટ માટે સરકારે CSR હેઠળ ફન્ડ ફાળવવામાં આવ્યું છે. આ ફંડ થકી આદિવાસી પરિવારીને હોમમાં સ્ટે માટે પાલનગ, એર કંડીશનર, ફ્રીઝ, ટીવી, સોફા સેટ જેવી વસ્તુ પણ આપવામાં આવે છે. જેથી હોમમાં સ્ટેમાં આવનાર પ્રવાસીઓને 5 સ્ટાર હોટેલ જેવી સગવડ મળી રહે.
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને સસ્તું રહેવાનું અને જમવાનું મળશે કેવડિયાની આસપાસના ગામમાં હોમ સ્ટે પ્રોજેક્ટ હેઠળ સર્વે કરી 116 આદિવાસી પરિવારની પસંદગી કરવામાં આવી છે. આ હોમ સ્ટે પ્રવાસન નિગમ દ્વારા ડેકાઇ, આમદલા, એકતેશ્વર, ગોરા, ભીલવાસી, ભુમલિયા, બોરિયા, ફૂલવાડી, ગરુડેશ્વર, કેવડિયા, કોઠી, મોટી રાવલ, નાના ઝુંડા, વંસલા, વાડી, ઝરવાની અને ઝરીયા ગામોમાં હોમ સ્ટે બનાવવામાં આવ્યાં છે. આ લોકોને બધી તાલીમ આપવામાં આવી છે. કેવી રીતે ભોજન આપવું કેવી રીતે હોસ્પિટાલિટી આપવી તેની તાલીમ આપવામાં આવી છે. આ લોકોને ઓનલાઇન દરેક હોમ સ્ટેની માહિતી મુકવામાં આવશે તેઓના લોકેશન પણ મુકવામાં આવશે. જેથી તેઓને પ્રવાસીઓ મળી રહે. જેના થકી તેઓને રોજગારી મળશે અને અહીંના આદિવાસીઓનું જીવન ધોરણ ઊંચું આવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્નું છે.
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને સસ્તું રહેવાનું અને જમવાનું મળશે ડેકાઇ ખાતે બનેલ હોમ સ્ટેના શરણભાઇ જણાવી રહ્યાં છે કે, પેહલા તેઓ ખેતી કરતા હતાં, પણ ખેતીમાં આવક થતી ન હતી અને જો ચોમાસુ સારુંના જાય તો ભૂખે મારવાનો વારો આવતો હતો, પણ જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે, ત્યારથી અહીં આવનાર પ્રવસીઓને રહેવા માટે તકલીફ પડતી હતી, તો મેં મારા ખેતરમાં રૂમો બનાવી દીધા અને હોમ સ્ટે પ્રોજેક્ટ જ્યારેથી અમલમાં આવ્યો ત્યારથી અહીં પ્રવાસીઓ આવતા હાટ અર્પણ અમે સગવડ નોહતા આપી શકતા પણ સરકારના CSR ફન્ડ હેઠળ મારા હોમ સ્ટેમાં એર કંડીશ્નર, પલંગ, સોફાસેટ, ફ્રીઝ, ટીવી વગેરે આપવામાં આવ્યું છે, ત્યારથી અહીં આવનાર પ્રવાસીઓ હોમમાં સ્ટેની મજા માણે છે અને અહીંથી જયારે જતા હોઈ છે, ત્યારે ખુશ થઈને જાય છે. મારા ઘરે મેં બે રૂમ હોમ સ્ટે માટે રાખ્યા છે. 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયામાં અમે આ રૂમો ભાડે આપીએ છીએ અને જે સમાન મારા ઘરે આવ્યો છે. જેમાં એક પણ રૂપિયા મેં ખર્ચો કર્યો નથી. આ બધું સરકારના CSR ફંડમાંથી જ મને આપવામાં આવ્યું છે. હાલમાં મારો હોમ સ્ટેનો ધંધો સારો ચાલે છે અને મને રોજગારી પણ મળે છે.
ડેકાઇના એક પરિવારના પ્રેમિલા બેન પેહલા બિલકુલ નવરા બેસી રહેતા હતા. તેઓ તમને પરિવાર સાથે ખેતી કામ કરતા હતા. પણ જ્યારેથી હોમ સ્ટેની શરૂઆત કરી છે, ત્યારથી તેઓને પણ રોજગારી મળી છે. જેનું કારણ છે કે, સ્ટેચ્યુ જોઈને પ્રવાસીઓ હોમ સ્ટે પર રોકવા માટે આવે છે, ત્યારે તેઓ તેમને તેમના વિસ્તરનું ભોજન પીરસતા હોઈ છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકો મોટી મોટી હોટેલમાં જમવા જતા હોઈ છે, પણ અહીં આવે છે. ટાયર શુદ્ધ દેશી જમવાની માંગણી કરતા હોઈ છે, ત્યારે પ્રેમિલાબેન તેઓને કઢી, ખીચડી, તુવેર રીંગણનું શાક, લાલ ચોખાની ખીચડી, બાજરીના રોટલા, મકાઈના રોટલા જેવી વાનગીઓ બનાવીને જમાડતા હોઈ છે. જેથી પ્રવાસી આવી દેશી વાનગીઓ ખાઈને ખુશ થતા હોઈ છે.
સરકાર જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેટલો પ્રકેહર પ્રસાર કરે છે. જેને કારણે અહીં આવનાર પ્રવાસીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે, ત્યારે અહીં રહેવા માટેની સગવડો પણ ઉભી કરવા માટે નજીકના જ ગામોમાં હોમ સ્ટેની ફેસિલિટી ઉભી કરી સ્થાનિકોને રોજગારી આપવા માટે સરકારનો આ અભિગમ યોગ્ય હોઈ તેમ લાગી રહ્યું છે.