ગુજરાત

gujarat

ETV Bharat / state

કેવડિયા ટેન્ટ સિટી-1માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા લલ્લુજી એન્ડ સન્સ કંપનીને નોટિસ - જમીનમાં બિનઅધિકૃત કબજો

નર્મદા જિલ્લાના કેવડિયામાં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ટેન્ટ સિટી-1 સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરતા કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે. આ અંગે ગરૂડેશ્વર તાલુકા મામલતદારે કંપનીને નોટિસ પાઠવી છે.

કેવડિયા ટેન્ટ સિટી-1માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા લલ્લુજી એન્ડ સન્સ કંપનીને નોટિસ
કેવડિયા ટેન્ટ સિટી-1માં ગેરકાયદે બાંધકામ દૂર કરવા લલ્લુજી એન્ડ સન્સ કંપનીને નોટિસ

By

Published : May 28, 2021, 11:42 AM IST

  • નર્મદાના કેવડિયામાં લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ કર્યું ગેરકાયદે બાંધકામ
  • સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદે બાંધકામ કરવાનો કંપની પર આક્ષેપ
  • ગરૂડેશ્વર તાલુકા મામલતદારે કંપનીને નોટિસ પાઠવી છે

નર્મદાઃ કેવડિયામાં લલ્લુજી એન્ડ સન્સ કંપનીએ જમીનમાં વધુ એક ટેન્ટ, સ્વિમિંગ પૂલનો ડેક, ટેન્ટ સિટી-1ના મુખ્ય દ્વારની સામેના ભાગમાં આવેલા જંગલ વિભાગ હસ્તકની જમીનમાં પાર્કિંગ વગેરે જેવા દબાણ કરીને ટેન્ટ સિટી-1માં નવા શરૂ કરાયેલા બાંધકામ વગેરેને તાત્કાલિક દૂર કરવા માટે 27 મેએ નોટિસની બજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત તાત્કાલિક તેમના ખર્ચે અને જોખમે ઉકત અનઅધિકૃત કબજો દૂર કરવાનો હૂકમ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો-પાલનપુર મામલતદારે જાહેર સ્થળોએ ફરજિયાત માસ્ક પહેરવાની નોટિસ જાહેર કરી

SOUએ વહીવટી તંત્ર સાથે મળી કરી ચકાસણી

આ નોટિસમાં જણાવ્યા મુજબ, ગરૂડેશ્વર તાલુકાના ખલવાણી ગામની કેટલીક સરકારી પડતર તથા ગૌચર જમીનમાં ‘ટેન્ટસિટી’ના હેતુ માટે પ્રવાસન વિભાગને તબદીલ કરેલ જમીનમાં TGCL દ્વારા થયેલા કરાર આધારિત ટેન્ટ સિટી-1નું નિર્માણ કરવામાં આવ્યું છે. 25 જાન્યુઆરીએ અધિક કલેકટર SOU ADTG ઓથોરિટી, વહીવટી તંત્ર SOU ADTG ઓથોરિટી, મામલતદાર SOU ADTG ઓથોરિટી, મામલતદાર ગરૂડેશ્વર, પરિક્ષેત્રવન અધિક્ષક કેવડીયા, ડી.આઇ.એલ.આર. SOU ADTG દ્વારા સંયુક્ત ચકાસણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો-વડોદરામાં ઓક્સિજનની અછત સર્જાતા OSD વિનોદ રાવે સુપ્રિટેન્ડન્ટને આપી નોટિસ

જમીન પર 16 ટેન્ટ અને પ્રાઈવેટ સ્વિમિંગ પૂલનું થઈ રહ્યું હતું બાંધકામ

તે ચકાસણી દરમિયાન આપના દ્વારા 4,200 ચો.મી. જમીનમાં બિનઅધિકૃત કબજો કરી તેમાં કરવામાં આવી રહેલા બાંધકામ ટેન્ટસિટીની લાગુ તળાવ કિનારે આવેલું છે, જેમાં નવા 16 ટેન્ટ તથા પ્રાઈવેટ સ્વિમીંગ પૂલ ડેકનું બાંધકામ કરી રહ્યા હોવાનું તપાસમાં ધ્યાને આવ્યું હતું. આ અંગે ગરૂડેશ્વર તાલુકા મામલતદાર તરફથી નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details