ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા: ગરુડેશ્વરમાં નવી ખુલેલી હોટલ્સને મામલતદાર સીલ કરી

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ સહિતના વિસ્તારનો વિકાસ થયાં બાદ નર્મદામાં પ્રવાસીઓની ભીડ જામી છે. નર્મદામાં પ્રવાસીઓ આવતા ઠેર-ઠેર હોટલ્સ ખુલી ગઈ છે. જેમાં ખાસ કરીને ગરુડેશ્વર કેવડિયા વિસ્તારમાં 100 ટકા આદિવાસી જમીનો અને સંપાદિત જમીનો હોય માલેતુજારો આદિવાસીઓને પ્રલોભનો આપીને સેટિંગ કરીને હોટલ્સ ખોલી છે. આમ પ્રવાસીઓની આવકને પગલે ઠેર-ઠેર હોટલ્સ ખુલી ગઈ છે. જેમાં ગરુડેશ્વર મામલતદારની નવી ખુલેલી હોટલ્સને સીલ કરવામાં આવી છે.

Narmada

By

Published : Jul 26, 2019, 10:54 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ, મોટાભાગની હોટેલ્સ પાસે 73 અ ની પરવાનગી નથી. તેમજ ખેતીમાંથી બીન ખેતી શરતમાં ફેરવાઈ નથી. કારણ કે, તેમની પાસે કોઈ પુરાવા નથી. આ સમગ્ર રિપોર્ટ મામલતદાર ગરુડેશ્વર કે સી. ચરપોટૅ તપાસ કરતા સમગ્ર મામલો ગેરકાયદેસર જણાતા રાજપીપલા પ્રાંત અધિકારીએ હાલ બે હોટલોને સીલ કરી દેવામાં આવી છે. તેમજ અન્ય 15 હોટલોને નોટિસ આપવામાં આવી છે.

નર્મદા: ગરુડેશ્વરમાં નવી ખુલેલી હોટલ્સને મામલતદાર સીલ કરી

ગરુડેશ્વર હાઇ-વે પર બિલાડીની ટોપની જેમ ખુલી રહેલી હોટલો પર તંત્ર પણ તપાસ કરી પ્રથમ તપાસમાં બે હોટેલ્સ પ્રાંત અધિકારી અને મામલતદાર નાંદોદની તપાસમાં ગેરકાયદેસર જણાતા બે હોટેલોને સીલ કરી એક ને 5 લાખ અને બીજી હોટલને 8 લાખ જેટલો દંડ ફટકાર્યો હતો.

જયારે હજુ તપાસ ચાલુ હોય હોટલોના સંચાલકોમાં ફફળાટ ફેલાયો છે અને હોટલો સંચાલકો કયારે આ હોટલો ખુલાસે જેની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ જમીન માલિકોનું પણ કહેવું છે કે, આ જમીનોમાં પાણી ન મળતા અમને પણ મુશ્કેલીઓ થઈ રહી છે. વિકાસના પંથે જઈ રહેલા નર્મદા જિલ્લામાં આ હોટલોને પરમિશન મળશે કે કેમ..!

ABOUT THE AUTHOR

...view details