વિશ્વ યોગ દિવસઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુખ્યપ્રધાન સહીત સાધુ-સંતોએ કર્યા યોગ - narmada
નર્મદાઃ 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે યુનોમાં જાહેર કાર્ય બાદ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ આજે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને સાથે 1000થી પણ વધુ સાધુ સંતોની હાજરીમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.
સ્પોટ ફોટો
દેશ અને વિદેશમાં યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે દુનિયાની સૌથી મોટું પ્રતિમા સરદાર વલ્લભ ભાઈ કેવડિયા ખાતે બનાવવા આવી છે. ત્યારે આજે વિશ્વ યોગદિનની ઉજવણી પ્રથમ વાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર યોજાઇ હતી. આજે સાજે 6 કલાકે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ યોગ શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીનેમાં નર્મદા નદીની પવિત્ર ધરતી પર સ્ટેચ્યુ બન્યું હોઈ ત્યારે આ પવિત્ર ધરતી પર પ્રથમ વાર 1000 જેટલા સાધુ સંતો પણ આ યોગમાં ઉપસ્થિત રહ્યા હતા.