નર્મદા: નર્મદા પોલીસે (Narmada Police expose Fake Marksheet Scam) દેશવ્યાપી નકલી માર્કશિટ અને ડિર્ગી (Fake university marksheet and degree certificate) સર્ટિફિકેટના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રાજપીપળા ખાતેની (Woman Accused at Rajpipla Police Station) બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બર 2021ના રોજ બનાવટી ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન માટે આવી હતી. આ ઉપરાંત આ યુનિવર્સિટીની ફેક વેબસાઈટ પણ બનાવવામાં આવી હતી. ત્યારે આ અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Birsa Munda Tribal University Police Complaint) નોંધાવી હતી.
તપાસ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં આવી
આ ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક તપાસ લોકલ ક્રાઈમબ્રાન્ચને સોંપવામાં (investigation handed over local crime branch) આવી છે. LCBના PI એ.રા. પટેલે તથા તેમની ટીમે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ફેક વેબસાઈટ બનાવનારની (Fake website of Birsa Munda Tribal University) ઓળખ કરી છે.
નર્મદા LCB પોલીસે નવી દિલ્હીમાં આરોપીના દરોડા પાડ્યા હતા
યુનિવર્સિટીઓના સર્ટિફિકેટ બાબતે વેરિફિકેશન તેમ જ તેને લાગતાવળગતા પાસાઓની તપાસ કરવામાં આવી હતી. ત્યારે મૂળ છત્તીસગઢ અને હાલ દિલ્હી ખાતે રહેતી દેઉલા નંદ રૈવ બીસી નંદના (રહે. ઘર 4 એ, નંબર 124 રાજાપુરી રોડ, ઉત્તમનગર, નવી દિલ્હી). આ જગ્યા પર નર્મદા LCBની ટીમે દરોડા પાડ્યા હતા.