ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં નવા સત્રથી 166 સ્કૂલ બંધ, નાંદોદના ધારાસભ્યનો વિરોધ - ધારાસભ્ય પી.ડી.વસાવા

નર્મદાઃ જિલ્લામાં નવા સત્રથી સરકાર 166 સ્કૂલ બંધ કરવા જઈ રહી છે. આ 166 સ્કૂલોમાં ભણતા લગભગ 25 હજારથી વધુ બાળકો શાળાએ જતા બંધ થઇ જશે એટલું જ નહીં, ડ્રોપ આઉટ રેસિયો પણ વધી જશે અને આદિવાસી જિલ્લામાં હાલ શિક્ષણનું સ્તર નીચું છે.

Narmada people protest against local MLA
નર્મદામાં નવા સત્રથી 166 સ્કૂલો બંધ કરવા સામે ધારાસભ્યનો વિરોધ

By

Published : Nov 29, 2019, 7:41 PM IST

આદિવાસી સમાજને શિક્ષણથી વંચિત રાખવાનો કારસો હાલ ભાજપ સરકાર કરી રહી હોવાનો નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા અને ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવાએ આક્ષેપ કર્યા છે. સરકારે ગુજરાતમાં શિક્ષણની ઘોર ખોદી નાખી છે. પહેલા 1થી 9 ના બાળકોને ફેલ નહીં કરવાના નિયમે બાળકનો શિક્ષણનો ભય કાઢી નાખ્યો એટલે ફેલ થવાય નહીં, એટલે મહેનત કરવી નહીં અને કેટલીક શાળાઓ બંધ કરી તાજેતરમા 166 જેટલી શાળાઓ બંધ કરવાનો નિર્ણય જે સરકારે કર્યો છે, જે એકદમ ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી છે.

નર્મદામાં નવા સત્રથી 166 સ્કૂલો બંધ કરવા સામે ધારાસભ્યનો વિરોધ

ABOUT THE AUTHOR

...view details