બાધાના શ્રીગણેશની મૂર્તિઓ પણ પૂજાય નર્મદા : રાજપીપળાના ભાટવાડા વિસ્તારમાં છેલ્લા 38 વર્ષથી જીવન જરૂરીયાતની ચીજવસ્તુએામાંથી ગણેશજી બનાવી સ્થાપના કરવામા આવે છે. અહીં માન્યતા છે કે આ ગણેશજી પાસે જો કોઇ બાધા કે માનતા રાખવામા આવેતો તે પૂર્ણ થાય છે અને પૂર્ણ થયા બાદ અહીં નાની ગણેશની મૂર્તિ મૂકવાનો રીવાજ છે. ચાલુ વર્ષે આવી બાધાની 500થી વધુ મૂર્તિ પૂજાઇ રહી છે.
એક માસની મહેનત :અહીં જીવન ઉપયોગી ચીજવસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમા બનાવવામા આવે છે. કોઇક વખત રાજમામાંથી તો કોઈક વખત પેન્સીલ અને રબરમાંથી કોઈક વખત સૂકા મેવામાંથી. આ વર્ષે અહીં ડાયમંડમાંથી શ્રી ગણેશજીની પ્રતીમા બનાવવામાં આવી છે. આમા એક માસની મહેનત લાગી છે અને યુવાનો દ્વારા જાતેજ શ્રીજીને સજાવવામાં આવ્યા છે.અહીં દર વર્ષે હસ્તકલાથી જ ગણેશને સજાવવામા આવે છે.
બાધાની નાની ગણેશજીની મૂર્તિ : આ ગણેશજીની ખાસ વિશેષતા એ રહી છે કે અહીં ગુજરાતભરમાંથી આવતાં દર્શનાર્થીએા કાંઇ અને કાંઇ માનતા માનતા જાય છે. આ માનતા પૂરી થયા બાદ અહીં નાની શ્રીગણેશની પ્રતિમાનું સ્થાપન કરી જાય છે અને આ નાની પ્રતિમાઓની સંખ્યા દર વર્ષે વધતી જાય છે આ વર્ષે આવી માનતાની 500થી વધુ પ્રતિમા લોકો દ્વારા મૂકવામાં આવી છે અને દરરોજ ભક્તિ ભાવથી આ તમામ પ્રતિમાએાનું પૂજન અર્ચન થાય છે.
ભાટવાડાના અમારા પંડાલમાં અલગ અલગ વસ્તુઓમાંથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ડાયમન્ડના ગણેશજીની સ્થાપના કરી છે. આ વિસ્તારમાં આ પંડાલમાં લોકોની આસ્થા વધતી જાય છે. લોકો અહીં બાધા રાખે છે તો પૂરી થાય છે ત્યારે અહીં બાધાની ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરે છે....હર્ષ બારોટ (આયોજક, ગણેશ પંડાલ )
વિઝાની માનતા : વર્ષો વર્ષ લોકોની માનતા વધતી જાય છે અને અને બાધાના શ્રી ગણેશમાં પણ વધારો થતો જાય છે. આ વર્ષે અહીં ગુજરાત બહારના લોકો પણ માનતા પૂર્ણ થતાં નાના ગણેશજીની સ્થાપના કરવા આવ્યાં છે. જોકે હવે દેશ અને વિદેશમાં રહેતા લોકોની પણ આસ્થા અને શ્રદ્ધા પૂર્ણ થતાં આજે સિંગાપોરની એક મહિલાએ માનતા રાખી હતી કે મારા 5 વર્ષના નોકરીના વિઝા મંજૂર થશે તો હું બાધા પૂર્ણ કરવા આવીશ. આજે બાપાના આશીર્વાદથી આ મહિલાની બાધા ફળતાં મનોકામના પૂર્ણ થતાં વિદેશમાંથી રાજપીપલા પોતાની માનતા પૂર્ણ કરવા આવ્યા છેં.
હું ગયા વર્ષે સિંગાપુર એક કંપનીમાં નોકરી કરતી હતી ત્યારે અહીં દર્શને આવી હતી. તે વખતે મેં બાધા રાખી હતી કે મારા એ કંપનીના પાંચ વર્ષના વિઝા થઇ જાય તો મારી માનતા ફળી છે. ત્યારે આ વર્ષે હું સિંગાપોરથી સ્પેશિયલ અહીં બાધાની શ્રીજીની મૂર્તિની સ્થાપના માટે આવી છું. પરિતા બારોટ (વિદેશથી માનતા પૂર્ણ કરવા આવેલાં ભક્ત)
એકસાથે 500 ગણેશજીની પૂજા :રાજપીપળામાં કહી શકાય કે એકજ મંડપમાં એકસાથે 500 ગણેશજી પૂજાતા હોય તેવું આ એક માત્ર આસ્થાનું કેન્દ્ર છે. આમ તો સાર્વજનિક ગણેશોત્સવમાં ગણેશજીનું 10 દિવસ આતિથ્ય કર્યા બાદ વિર્સજીત કરાઇને આવતા વર્ષે પાછા આવજોના નાદ કરાય છે. પરંતુ રાજપીપલાના ભાટવાડામાં બિરાજમાન શ્રી ગણેશજીની અનોખી આસ્થા બારે માસ પૂજનીય છે.
- Ganesha in Diamond : સુરતના ઉદ્યોગપતિ પાસે દુર્લભ ગણેશજી, 600 કરોડની કિંમતના હીરામાં ગણેશજીની ઝાંખી
- Ganesh Mahotsav: વલસાડના એક એવા ગણેશભક્ત જેઓ 54 વર્ષથી ગણેશ વિસર્જન કરતાં નથી, જાણો કેમ
- Ganesh Chaturthi 2023 : નવસારીનું ઐતિહાસિક ગણેશ વડ મંદિર, જેના માટે ઔરંગઝેબે આપી જમીન દાન