જે તેમને સફળતા મળી છે જે બદલ આગામી 3 વર્ષમાં તેઓ જિલ્લાને સુપોષીત બનાવી દેશે. જોકે હાલ તેમની કામગીરી ચાલુ છે અને કંપનીના સિનિયર માકેટિંગ મેનેજરની ટીમે મુલાકાત લીધી અને કામગીરીનું નિદર્શન કર્યું હતું. નર્મદાના પાંચ તાલુકાના 527 ગામોમાં એક સર્વે મુજબ 3,256 જેટલા કુપોષિત બાળકો નોંધાયા છે.
જેમને તબક્કાવાર ગુજરાત સરકાર દ્વારા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં NRC સેન્ટર ખાતે 15 દિવસ રાખીને જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જેમાં કોઇ દવા કે બોટલ ચઢાવવાની વાત નથી માત્ર કેવી રીતે સ્વચ્છ રહેવુ, કેવું ખાવું જે બધી તાલીમ આપવામાં આવશે. સગર્ભા, ધાત્રી માતા અને 0.થી 5 વર્ષના બાળકો પર ખાસ ફોકસ રાખવામાં આવે છે.