નર્મદાઃ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે .તે મુજબ ભગવાન શિવ એ તેમના પરસેવામાંથી જયારે નર્મદાને ઉત્ત્પન કરી હતી. તે દિવસ મહાસુદ સાતમ હતો અને ત્યરથીજ આ મહાસુદ સાતમે દર વર્ષે નર્મદા જ્યંતીની ઉજવણી કરવામાં આવે છે અને ભારતભરમાં માં નર્મદામાં લાખોની સંખ્યામાં દીવડા તરત મૂકી માં નર્મદાને સાડી પણ અર્પણ કરવામાં આવે છે.
નર્મદા જ્યંતીની ધામધુમથી કરાઇ ઉજવણી - નર્મદા જ્યંતીની ધામધુમથી કરાઇ ઉજવણી
નર્મદા જ્યંતી દિને ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને અમરકંઠક થી વહેતી નર્મદા નદી ભરૂચ ખાતે દરિયામાં મળે છે, ત્યારે આજના દિવસે નર્મદા કાંઠે નર્મદા જયંતી ઉજવણી કરવામાં આવે છે. શું છે નર્મદા જ્યંતી મહત્વ જોઈએ સાત પ્રકલ્પથી વહેતી નર્મદા શિવ પુત્રી અને અખંડ વહેતી નદી કહેવાય છે.
ચાલુ વર્ષે આગામી 1 ફેબ્રુઆરી 2020 એ શનિવારના એ મહસૂદ સાતમના દિવસ નર્મદા જ્યંતીની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં જુવો ત્યાં અનેક બ્રાહ્નણો દ્વારા અને ભક્તો દ્વારા નર્મદા નદીની પૂજા અર્ચના નજરે પડયાં હતા.
કહેવાય છે કે,ભારતીય સંસ્કૃતિ નદી કિનારે વિકસી છે. નદી કિનારે રહેતા લોકોની જિંદગી પણ નદી આધારિત જ હોય છે. ઉપરાંત નર્મદા વિશ્વની એક માત્ર એવી નદી છે કે, જેની પરિક્રમા કરવામાં આવે છે, ત્યારે હાલ પરિક્રમા વાસીઓ અહીંયા જ નિવાસ કરી રહ્યા છે. શાસ્ત્રો અને પુરાણો માં નર્મદાને ખળખળ વહેતી કહેવાઇ છે અને સદીયો સુધી આ નદી વિશ્વ માં એવી છે. વહેતી રહશે વેદોત્ત બ્રાહ્મણો દ્વારા જાણવા મળતા વિશ્વ માં કોઈ નદીનું સ્થાન નહીં રહે પરંતુ નર્મદા નદી એકલી વહેતી રહશે.
નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક નર્મદાજીમાં ત્રિવેણી સંગમ થાય છે. અમરકંટકથી ઉત્તરમાં વહેતી ઉત્તરવાહિની નદીનું મહત્વ અનન્ય છે. તેના કારણે કહેવાય છે કે, નર્મદા નદીના દર્શન માત્રથી જીવન ધન્ય થાય છે અને પૂણ્ય પ્રાપ્ત થાય છે.