ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા પાવર હાઉસના કર્મચારીઓ હળતાલ પર, સાંસદ મનસુખ વસાવાએ આપ્યું આશ્વાસન - power house

નર્મદાઃ નર્મદા બંધના પાવર હાઉસના 300 કર્મચારીઓ પગાર બાબતે અચોક્કસ મુદતની હડતાલ પર 11 દિવસથી ઉતાર્યા છે. તેમ છતા ખાનગી ફીટાવેલ કન્સ્ટ્રક્શન કંપનીને કોઈ પણ જાતનો ફેર પડી રહ્યો નથી. "ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે" તેમ કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરે છે. આ બાબતે મળવા ગયેલા સાંસદ મનસુખ વસાવા અને ગીતાબેન રાઠવાએ તેમની રજૂઆત સાંભળી અને તેઓને આશ્વાસન આપતા જણાવ્યું કે, આ અંગેની રજૂઆત ઉર્જામંત્રીને કરીશું. તમારું શોષણ થવા નહીં દઈએ.

નર્મદાના કર્મચારીઓનું શોષણ નહિ થવા દઈશું,ઉર્જા મંત્રીને રજુઆત કરી શું: મનસુખ વસાવા

By

Published : Jul 23, 2019, 5:23 PM IST

સરદાર સરોવર નર્મદા બંધના બંને પાવર હાઉસમાં મેન્ટેનન્સ અને ઓપરેશનની કામગીરી સંભાળતા ફિટવેલ કંટ્રક્શનના 300 જેટલા કર્મચારીઓ અચોક્કસ મુદ્દાની હડતાલ પર ઉતરી જતા પાવર હાઉસોમાં દરેક સીપમાં મુશ્કેલી વધી રહી છે. હડતાલને 11 દિવસ થયા હોવા છતાં પણ કંપની કોઈ નિર્ણય લેતી નથી. નર્મદા નિગમ અને GSECLના કર્મચારીઓ પર કામનું ભારણ વધતા ફિટવેલ કંપની પર પેનલ્ટી પણ લગામાં આવી રહી છે, તેમ છતાં દર વર્ષે એકનો એક કોન્ટ્રાકટ રીન્યુ કરતી ખાનગી એજન્સીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે.

નર્મદાના કર્મચારીઓનું શોષણ થવા નહિ દઈયે,ઉર્જા મંત્રીને કરીશુ રજુઆત: મનસુખ વસાવા

આ અંગે કર્મચારીઓ કંઈ કહેવા જતા તેમને કાઢી મૂકવાની ધમકી આપે છે, ત્યારે આ બાબતે કર્મચારીમાં રોષ ફાટી નીકળ્યો છે. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, આદિવાસી યુવાનો અહીં કામગીરી કરે છે, દર વર્ષે મોંઘવારીમાં વધુ રકમોનું ટેન્ડર જો ખાનગી કંપની કરે છે, તો પગાર ધોરણના પણ નિયમો રાખવા જોઈએ. સંસ્થાઓ આદિવાસી યુવાનોનું શોષણ કરે છે, જે નહિ ચાલે. અમે શોષણ નહીં થવા દઈએ. વધુમાં કહ્યું કે, આ અંગે મુખ્ય પ્રધાન અને ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરીશું. આમ કહી ખાનગી કોન્ટ્રાક્ટર સામે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details