- નર્મદા જિલ્લામાં શરૂ કરવામાં આવી કોવિના હોસ્પિટલ
- લોકોને હવે ઘર આંગણે મળી રહેશે સુવિધા
- હોસ્પિટલ શરૂ થતા દર્દીઓની સારવાર શરૂ
નર્મદા :જિલ્લામાં કોરોના દર્દીઓનો સખત વધારો થઇ રહ્યો છે અને જિલ્લા માં માત્ર એક રાજપીપળા કોવીડ હોસ્પિટલ છે અને નર્મદામાં કોરોના પોઝિટિવના 140 દર્દીઓ સારવાર હેઠળ છે અને રોજના 30 થી 40 દર્દી આવી રહ્યા છે. રાજપીપળા કોવીડ હોસ્પિટલ માત્ર 1 સર્જન 2 MBBS બાકી આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરોથી ગાડું ગાબડાવાય છે.
મૃત્યુઆંક 15 પર પહોંચ્યો ત્યારે ગંભીર પરિસ્થિત
નર્મદા જિલ્લામાં કોરોના સારવાર માટે વડોદરા સુરત ખાનગી તબીબનો સહારો લેવો પડે છે એટલે આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળાની આનંદ હોસ્પિટલને કોરોનની સારવાર માટે મંજૂરી આપવામાં આવી હતી. હોસ્પિટલ શુક્રવારથી શરૂ કરવામાં આવી છે ત્યારે લોકોને રાજપીપળામાં ખાનગી સુવિધા ઉભી થતા એક રાહત થઇ છે.