ડેમમાં 5176 mcm લાઈવ સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે અને ભરૂચ અને નર્મદા જિલ્લામાં કિનારા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા થઇ હતી. જે માટે તંત્ર એ વધુ પાણીના છોડતા પાણીના સંગ્રહ કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે ડેમનું લેવલ 137 મીટર છે તે પણ વધી શકે છે.
ઇતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર - સ્ટેચ્યુ ઓફ યુનિટી
નર્મદા: રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે સરદાર સરોવર ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે. ડેમમાં પાણીનો સતત આવરો વધી રહ્યો છે. હાલ સપાટી ઇતિહાસમાં પ્રથમવાર 137 મીટરને પાર પહોંચી છે. હાલ ડેમમાં 8,30,558 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 23 દરવાજા 4.15 મીટર સુધી ખોલીને 8,30,915 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
![ઇતિહાસમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 137 મીટરને પાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4408699-thumbnail-3x2-ssss.jpg)
ઐતિહાસિક સમાટી એ નર્મદા ડેમ, પ્રથમવાર સપાટી 137 મીટરને પાર
ઐતિહાસિક સમાટી એ નર્મદા ડેમ, પ્રથમવાર સપાટી 137 મીટરને પાર
મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની સાથે સાથે ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગર ટર્બાઇન પણ ચાલુ હોવાથી સતત પાણીની આવક થઇ રહી છે. જેથી ભરૂચના કાંઠા વિસ્તારમાં વધુ પાણી ના ભરાય તે માટે ડેમનું સ્ટોરેજ વધારવા તથા વધુ માત્રામાં પાણી ન છોડવાનો તંત્ર એ નિર્ણય કર્યો છે. જો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું પણ હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પાણી ભરાશે ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની આજુબાજુ પણ પાણી ભરાતા આહલાદક નજરાણું સર્જાયું છે.