ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન - Hydroelectric power station

કેવડીયા કોલોની ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 123 મીટર નોંધાઇ છે. આ લેવલે જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 5,463 મીલીયન ક્યુબીક મીટર નોંધાયો છે. હાલમાં દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે, જેને લીધે જળ સપાટીમાં આશરે 20થી 25 સે.મી.નો ઘટાડો નોંધાઇ રહ્યો છે.

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન
નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન

By

Published : Jun 5, 2021, 9:18 AM IST

  • છેલ્લા ચાર વર્ષથી નર્મદાના વધામણાં થઈ રહ્યા છે
  • નર્મદા બંધ પૂર્ણ થયાને આ સતત પાંચમું વર્ષ છે કે સંપૂર્ણ ભરાઈ રહ્યું છે
  • મધ્યપ્રદેશના તમામ ડેમ ઓથોરિટીએ પાવરહાઉસ ચાલુ કરી દીધા છે

નર્મદાઃ સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી વિજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ વિજ ઉત્પાદન શરૂ કરાયું ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 125 મીટરે હતી. હાલમાં છેલ્લા એક સપ્તાહથી રિવરબેડ હાઉસના 200 મેગાવોટની ક્ષમતાવાળા 6 યુનિટ દરરોજ સરેરાશ 78 કલાક કાર્યરત કરી ઉપયોગમાં લેવામાં આવે છે, જેના કારણે હાલમાં દરરોજ સરેરાશ 2.8 કરોડની કિંમતનું 1.40 કરોડ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન

આ પણ વાંચોઃસરદાર સરોવર નર્મદા ડેમના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાતના તળાવો અને ચેકડેમો અબજો લીટર પાણીથી ભરાશે

દરરોજ આશરે સરેરાશ 42 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે છે

આ વિજ ઉત્પાદન બાદ દરરોજ આશરે સરેરાશ 42 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવે છે અને તેના લીધે નર્મદા નદી હાલ બે કાંઠે વહી રહી છે. તેવી જ રીતે 50 મેગાવોટની ક્ષમતાવાળા કેનાલ હેડ પાવર હાઉસના હાલ 3 જેટલા યુનિટ વિજ ઉત્પાદન માટે કાર્યરત છે અને દરરોજ સરેરાશ 50 લાખની કિંમતનુ 25 લાખ યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.

આ વર્ષે પણ નર્મદાના વધામણા કરાશે

દૈનિક સરેરાશ 15,500 ક્યુસેક પાણી વિજ ઉત્પાદન બાદ નર્મદાની મુખ્ય કેનાલ મારફતે ગુજરાતના વિવિધ વિસ્તારો માટે છોડવામાં આવી રહ્યું છે. જે સિંચાઇ અને પીવાના પાણીના ઉપયોગમાં લેવામાં આવે છે. આ વર્ષે પણ નર્મદાના વધામણા કરાશે.

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન

નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે

નર્મદા બંધ પૂર્ણ થયાને આ સતત પાંચમું વર્ષ છે કે સંપૂર્ણ ભરાઈ રહ્યું છે. છેલ્લા ચાર વર્ષથી નર્મદાના વધામણાં થઈ રહ્યા છે. આ વર્ષે નર્મદા બંધ સંપૂર્ણ ભરાઈ જતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા આવશે. જેમાં નર્મદા બંધ પર પૂજા કરી નર્મદા મૈયાની પૂજા કરી સાંજે નવા બનેલા નર્મદા ઘાટ પર મહાઆરતી કરશે.

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન

સરોવરમાં 1900 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત

નર્મદા બંધના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના તમામ ડેમ ઓથોરિટીએ પાવરહાઉસ ચાલુ કરી દીધા છે. જેના ડિસ્ચાર્જથી નર્મદા ડેમમાં 13 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ સરોવરમાં 1900 મિલિયન ક્યુબિક મીટર જેટલું પાણી સંગ્રહિત છે.

નર્મદા ડેમના જળ-વિદ્યુત મથકમાં રોજની સરેરાશ 2.8 કરોડ કિંમતની 1.40 કરોડ યુનિટ વીજળીનું થાય છે ઉત્પાદન

આ પણ વાંચોઃસરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.50 મીટર પર પહોંચી

નર્મદા બંધ 123.01 મીટરે હાલમાં સ્થિર છે

નર્મદા બંધ 123.01 મીટરે હાલમાં સ્થિર છે. એટલે કે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 15 મીટર ખાલી છે તેમ કહી શકાય. ગુજરાતને પીવાનું પાણી પુરુપાડતો નર્મદા બંધ સક્ષમ છે. તંત્ર હાલ ડેમ પર વોચ રાખી રિવરબેડ પાવર હાઉસ ચલાવી પાણી ખર્ચ કરી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details