ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા બંધથી 2 KM દૂર વાગડીયા ગામે પીવાના પાણી માટે 15 દિવસથી વલખાં - નર્મદા

નર્મદાઃ જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલાં વાગડીયા ગામના લોકોને પાણી હોવા છતાં પાણી માટે વલખાં મારવા પડે છે. નર્મદા યોજનાથી ગામ માત્ર બે કિલોમીટર દૂર છે. છતાં પણ વાગડિયા ગામ સુધી સિંચાઈ અને પીવાનું પાણી પહોંચાડવામાં આવતું નથી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

નર્મદા બંધ 2 કિ.મી જ દૂર છતાં 15 દિવસથી પીવાના પાણી માટે ફાંફાં મારતું વાગડીયા ગામ

By

Published : Sep 3, 2019, 10:25 AM IST

રિવર રાફ્ટિંગના કામમાં ગામમાંથી જતી મુખ્ય પાણીની લાઈન તૂટી જતાં 15 દિવસથી વાગડીયા ગામમાં પાણી પહોંચી રહ્યું નથી. છેલ્લા કેટલાય દિવસથી ગામમાં ડહોળું પાણી આવે છે. જેથી બાળકો સહિતના ગ્રામજનો ગંભીર બીમારીઓનો ભોગ બની રહ્યાં છે.

નર્મદા બંધ 2 કિ.મી જ દૂર છતાં 15 દિવસથી પીવાના પાણી માટે ફાંફાં મારતું વાગડીયા ગામ

આ અંગે તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી. છતાં અત્યારસુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેના કારણે ગ્રામપંચયાત દ્વારા નર્મદા નિગમથી પાણીના ટેન્કર મંગાવવા મજબૂર થયા છે. એક તરફ નર્મદા ડેમની ઓવરફ્લો થઈ રહ્યું. ત્યારે નર્મદા પરિયોજનાથી માત્ર 2 કિ.મી દૂર આવેલાં ગામના લોકો પીવાના પાણી માટે ફાંફાં મારી રહ્યાં છે.

ગ્રામજનો આક્રોશ ઠાલવતાં જણાવી રહ્યાં છે કે, "તંત્ર નર્મદાનું પાણી દૂર-દૂર સુધીના ગામડાઓમાં મોકલે છે. અમારું ગામ નજીક હોવા છતાં ત્યાં પાણી મોકલવા આવતું નથી. આથી અમે અમારા ગામની પાઈપલાઈનને તાત્કાલિક ધોરણે રિપેર કરવાની માગ કરી રહ્યાં છે."

ABOUT THE AUTHOR

...view details