નર્મદા ડેમની ઐતિહાસિક 138.68 સપાટીએ છે અને આ સપાટી હવે મેન્ટેન રાખવામાં આવી રહી છે. આ સપાટી પર ડેમ છલોછલ થઈ ગયો છે, ત્યારે બે વર્ષ સુધી પાણી ન ખૂટે એટલો જળસંગ્રહ થયો છે. જેનાથી 18 લાખ હેક્ટર જમીનોને સિંચાઈ માટે પાણી મળશે.
નર્મદા ડેમ તિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યો, PM મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે
નર્મદા: સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ ભરી જ્યારે રાષ્ટ્રને સમર્પિત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે, ત્યારે આ નર્મદા ડેમને તિરંગારંગમાં સજાવવામાં આવ્યો છે. નર્મદા ડેમના 30 કુલ દરવાજા છે. જેમ 10 કેસરી, 10 સફેદ અને 10 લીલા રંગની લાઈટો લગાવી સુંદર શણગાર કરવામાં આવ્યો છે. લગભગ 1000 જેટલી LED લાઈટો અને 400 ફોકસ લાઈટો 100 લેસર લાઈટોથી નર્મદા ડેમને શણગારવામાં આવ્યો છે
સરદાર સરોવર યોજનાનું ખાતમુર્હત તત્ત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના હસ્તે 5 એપ્રિલ 1961ના રોજ કરવામાં આવ્યું હતું. 60 હજાર કરોડના ખર્ચ બાદ નર્મદા ડેમ અધુરો હતો. 2014 વડાપ્રધાન બન્યાના 17માં દિવસે જ નરેન્દ્ર મોદીએ બંધના દરવાજા મુકવાનીની મંજૂરી આપી હતી. 12 જૂન 2014ના રોજ આ દરવાજા મુકવાનું તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ખાત મુહૂર્તુ કર્યું હતું. જે કામ પૂર્ણ થયા બાદ 17 સપ્ટેમ્બર 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરવાજા બંધ કરી નર્મદા મૈયાની પૂજા કરી જળ સપાટી વધારવાની મંજૂરી અપાવી હતી.
નોંધનીય છે કે, પોતાના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત તરફથી મળેલ છલોછલ ડેમ જે સહિયારી યોજના છે. જે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશને પાણી વીજળી મળે છે.