ગુજરાત

gujarat

ETV Bharat / state

Narmada Crime News : નર્મદામાં તીક્ષ્ણ હથિયારની અણીએ 20 લાખની ચકચારી લૂંટ, પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો - આરોપીઓ ઝડપાયા

નર્મદા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. નર્મદા પોલીસે 20 લાખની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલીને આરોપીઓની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. ચોરીના ગુનામાં 3 આરોપીઓએ અગાઉ અમદાવાદ, મહેસાણા અને સુરત ખાતે ઘરફોડીનો ગુનો કર્યો હતો.

Narmada Crime News
Narmada Crime News

By ETV Bharat Gujarati Team

Published : Oct 26, 2023, 11:58 AM IST

નર્મદામાં તીક્ષ્ણ હથિયારની અણીએ 20 લાખની ચકચારી લૂંટ

નર્મદા :નર્મદા જિલ્લા પોલીસે સરાહનીય કામગીરી કરી છે. ગરૂડેશ્વર તાલુકાના હરીપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબર રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી. તીક્ષ્ણ હથિયારની અણીએ વેપારીને ત્યાંથી સોનું,ચાંદી અને રોકડા રૂપિયાની ચોરી કરી 6 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતાં જ નર્મદા જિલ્લા પોલીસે લૂંટારૂઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તીક્ષ્ણ હથિયારની અણીએ લૂંટ : બનાવની મળતી વિગત અનુસાર હરીપુરા ગામમાં વેપારીને ત્યાંથી અજાણ્યા ઈસમોએ દુકાનનો દરવાજો કોઈ સાધન વડે તોડી દુકાનમાંથી ઘરમાં પ્રવેશ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. પલંગ પર સુતેલા અબ્દુલ મેમણને એક ઈસમે અણીદાર સળિયો અને બીજા ઈસમે ધારીયું લઈ ગળા પર મુકી ફરીયાદીને ચૂપ રહેવા ધમકી આપી હતી. ફરિયાદીને પલંગ પર જ સુવડાવી રાખી આરોપીઓએ સળિયા વડે ઘરમાં પડેલ તિજોરીનો નકુચો તોડી નાખ્યો હતો.

20 લાખની લૂંટ ચલાવી : ફરિયાદીને ડરાવીને સુવાડી રાખી અન્ય ચારેય ઈસમોએ ઘરમાં લૂંટ ચલાવી હતી. જેમાં તિજોરીમાં મુકેલ 7 લાખ રોકડ તથા સોના-ચાંદીના દાગીના લૂંટી લીધા હતા. આ ઉપરાંત ઘરમાં દુકાનમાં પડેલા 75 રોકડ રૂપિયા અને મોબાઈસ સહિત વસ્તુઓ પણ લઈ ગયા હતા. સોના ચાંદીના દાગીના હાલની બજાર કિંમત આશરે 12 લાખ સહિત કુલ 20 લાખ રુપિયાના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી.

આરોપીઓ ઝડપાયા :હરીપુરા ગામ ડુંગર વિસ્તારમાં ગામ છે, એટલે પોલીસને લૂંટારૂઓને શોધવા માટે ડુંગર વિસ્તારમાં જવું પડ્યું હતું. જોકે હરીપુરા ગામના લોકોએ પણ આ 6 લૂંટારુઓને પકડવા માટે મદદ કરી હતી. જોકે નર્મદા પોલીસે જિલ્લાના તમામ રૂટો પર નિગરાની ગોઠવી હતી. 6 આરોપીઓમાંથી 5 લૂંટારૂઓને મુદ્દામાલને સગેવગે કરવા માટે બાઇક પર નીકળ્યા હતા. ત્યાં શંકાના આધારે આરોપીઓને પોતાના તાબામાં લઈ નર્મદા પોલીસે ગણતરીના કલાકોમાં જ 20 લાખની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે. હાલ 5 આરોપીઓની ધરપકડ કરીને પૂછતાછ હાથ ધરવામાં આવી છે.

લુંટારુંઓનો ગુનાહિત ઇતિહાસ : આરોપીઓ પાસેથી 12 લાખ રોકડા અને 90 ટકા સોનું-ચાંદી પકડીને મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક આરોપીની શોધખોળ નર્મદા પોલીસ કરી રહી છે. જોકે આ તમામ આરોપીમાંથી 4 દાહોદ અને 1 આરોપી અલીરાજપુરનો છે. આ તમામ આરોપીઓનો આગળનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જેમાં 3 આરોપીઓ અમદાવાદ, મહેસાણા અને સુરત જેવી જગ્યામાં ઘરફોડ અને ચોરીના ગુના કરી ચુક્યા છે.

1 આરોપી વોન્ટેડ : આ બાબતે નર્મદા પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફરિયાદી પાસેથી માહિતી મેળવીને આરોપીઓની શોધખોળ કરી આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં જ પકડી પડ્યા હતા. ઉપરાંત અન્ય એક આરોપીની શોધખોળ સહિતની આગળની તપાસ હાથ ધરી છે.

  1. Narmada murder: તિલકવાડાના માંગુ ગામના 70 વર્ષીય વૃદ્ધની હત્યા
  2. નર્મદાઃ સાયબર ક્રાઇમ ઘટાડવા લોકજાગૃતિની પહેલ, એસ.પી. હિમકર સિંહે રાજ્યમાં પહેલો પ્રોજેક્ટ નર્મદા શરૂ કર્યો

ABOUT THE AUTHOR

...view details