ગુજરાત

gujarat

ETV Bharat / state

Narmada News : અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ આપ્યું નવ જીવન

નર્મદામાં રાજપીપળાાન ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થા બાળકને નવ જીવન આપ્યું છે. પિતા દ્વારા તરછોડાયેલા અને અસ્થિર મગજની માતાના બાળકની સાર સંભાળ સંસ્થા દ્વારા લેવામાં આવી હતી. ત્યારે હાલ આ બાળકે સામાજિક જીવન સાથે ધો -1માં પ્રવેશ કર્યો છે.

Narmada News : અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ આપ્યું નવ જીવન
Narmada News : અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ આપ્યું નવ જીવન

By

Published : May 4, 2023, 7:51 PM IST

અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ આપ્યું નવ જીવન

નર્મદા : આમિરખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ તારે જમીન પર એક એવી ફિલ્મ હતી કે, જેનો હીરો બાળક ઈશાન હોશિયાર તો હતો પણ ભણવામાં તેની રુચિ ના હતી. તે ફિલ્મમાં તેવું દર્શાવવામાં આવ્યું હતું કે, પિતા એવું લાગી રહ્યું હતું કે મારુ બાળક કશુ કરી નહીં શકે. જોકે, અંતે બાળક અન્ય વિષયમાં સફળતા મળીને સામાજિક જીવનમાં થોડા ઘણો ફેરફાર થાય છે. ત્યારે આવો જ એક કિસ્સો નર્મદા જિલ્લા રાજપીપળામાં જોવા મળ્યો છે. જ્યાં એક અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ નવુ જીવન આપ્યું છે. ડોકટરે કહ્યું હતું કે, આ બાળકનો બુધ્ધિ આંક સામાન્ય નથી, પરંતુ આ બાળક પર ચિલ્ડ્રન હોમના સ્ટાફ દ્વારા કરાયેલી મહેનત રંગ લાવી છે.

શું છે સમગ્ર વાત : રાજપીપલા શહેરમાં કાળકા માતા મંદિર વિસ્તારમાં પિતા દ્વારા તરછોડાયેલા અને અસ્થિર મગજની માતાનો એક બાળક અંકિત વસાવા એકલો અટુલો ફરતો હતો. જોકે નજીકમાં રહેતી એક સજ્જન મહીલા એને સમય પર જમવાનું આપતી હતી એને રેહવા માટે કોઈ જ ઠેકાણું નહોતું. આ બાળક રાજપીપળા જિલ્લા બાળ સુરક્ષા એકમના એક સર્વેમાં ધ્યાને આવ્યો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર અને તેમની ટીમ દ્વારા આ બાળકને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી અને તેમની ટીમને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :

  1. Surat News : માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, રમતા રમતા બાળક ત્રીજા માળેથી પટકાયું
  2. Jamnagar News : નાનપણમાં મંદિરે સંગીતના સાધનો પર હાથ અજમાવતા આજે સાત વાજિત્રો વગાડતો થયો બાળક
  3. Surat News : સાઈકલ પર કાવા મારતો બાળક ઉંધે માથે પટકાયો, જૂઓ વિડીયો

બાળક ડીસેબીલીટીનો શિકાર : સંસ્થાને પ્રથમ દ્રષ્ટિએ તો એ બાળક થોડોક અલગ લાગ્યો હતો. જેથી સિવિલ હોસ્પિટલના સાયટ્રીક પાસે અંકિતનો આઈ.ક્યુ ટેસ્ટ કરાવ્યો હતો, ત્યારે તબીબે જણાવ્યું કે, બાળક સ્લો લર્નર ડીસેબીલીટીનો શિકાર બન્યો છે. એનો મતલબ કે બાળક ભણતર ગણતર, સામાજિક જીવન જીવવા માટે માહિર થવામાં ઘણો સમય લઈ લેશે. જોકે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ અને એમના સ્ટાફે હિંમત ન હારી બાળકનું આધારકાર્ડ, બેંક ખાતું ખોલાવ્યું અને ધો -1માં પ્રવેશ અપાવ્યો હતો. બાળકની પ્રી મેટ્રિક સ્કોલરશીપ પણ શરૂ કરવામાં આવી હતી.

બાળકમાં બદલાવ : થોડો સમય તેને સંસ્થા દ્વારા એનું કાઉન્સેલિંગ કરાયું હતું. નજીકની પ્રયોગ શાળામાં પ્રવેશ અપાવી નિયમિત રીતે ગણિત, વિજ્ઞાન સહિત અન્ય વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું. તદઉપરાંત સંસ્થાના સ્ટાફ દ્વારા અંકિતની નિયમિત સાર-સંભાળ રાખવામાં આવતી અને રોજબરોજનું જીવન કેવી રીતે જીવવું એની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

ABOUT THE AUTHOR

...view details