ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા જિલ્લાને ઇકો સેન્સેટિવ ઝોનમાંથી હટાવવા સંસદમાં રજૂઆત કરનાર સાંસદ મનસુખ વસાવાનું સન્માન - bharuch M.P

નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા તમામ પાર્ટીઓએ ઇકો સેન્સેટિવ ઝોનને મુખ્ય મુદ્દો બનાવી દીધો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સેટિવ ઝોન મુદ્દે સ્થાનિકોને વાચા આપતા જાહેર સન્માન સમારોહ રાખી 121 ગામોના આગેવાનોએ તેમનું સન્માન કર્યું હતું.

નર્મદા જિલ્લાને ઇકો સેન્સેટિવ ઝોનમાંથી હટાવવા સંસદમાં રજૂઆત કરનાર સાંસદ મનસુખ વસાવાનું સન્માન કરાયું
નર્મદા જિલ્લાને ઇકો સેન્સેટિવ ઝોનમાંથી હટાવવા સંસદમાં રજૂઆત કરનાર સાંસદ મનસુખ વસાવાનું સન્માન કરાયું

By

Published : Feb 8, 2021, 1:44 PM IST

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કો સેન્સેટિવ ઝોનનો મુદ્દો મુખ્ય
  • વિરોધીઓ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવતી હોવાનાં સાંસદનાં આક્ષેપ
  • 121 ગામનાં આગેવાનો દ્વારા મનસુખ વસાવાનું કરાયું સન્માન

રાજપીપળા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે તમામ પાર્ટીઓએ ઇકો સેન્સેટિવ ઝોનને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા સાંસદ મનસુખ વસાવાએ ઇકો સેન્સેટિવ ઝોન રદ્દ કરવા મુદ્દે કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરી હોવાનું અને આગામી દિવસોમાં ઇકો સેન્સેટિવ ઝોન ચોક્કસ પણે રદ્દ થઈ જવાની બાંહેધરી આપતા જાહેર સન્માન સમારોહ રાખી 121 ગામોના આગેવાનોએ મનસુખ વસાવાનું સન્માન કર્યું હતું.

નર્મદા જિલ્લાને ઇકો સેન્સેટિવ ઝોનમાંથી હટાવવા સંસદમાં રજૂઆત કરનાર સાંસદ મનસુખ વસાવાનું સન્માન કરાયું

નર્મદા જિલ્લામાંથી ઇકો સેન્સેટિવ ઝોન હટાવવા મનસુખ વસાવાએ કરી હતી રજૂઆત

ઇકો સેન્સેટિવ ઝોનને લઈને નર્મદા જિલ્લામાં ડરનો માહોલ છે. અનેક વિરોધો વચ્ચે હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર છે, ત્યારે BTP તેમજ કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સેટિવ ઝોનનો મુદ્દો ઉઠાવીને રાજનિતી રમવામાં આવી રહી છે. આ વચ્ચે ભરૂચ જિલ્લાનાં સાંસદ મનસુખ વસાવા બજેટ સત્રમાં દિલ્હી ખાતે હોઈ નર્મદામાંથી ઇકો સેન્સેટિવ ઝોનનો કાયદો રદ્દ કરવા માટે રજુઆત કરી હતી. ત્યારે સ્થાનિક 121 ગ્રામજનો વતી આ કાયદો રદ્દ કરાવવા માટે રજૂઆત કરનારા સાંસદ મનસુખ વસાવાનું રાજપીપળા ખાતે જાહેર સન્માન કરવા માટે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક હજારથી વધુ લોકો હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details