ગુજરાત

gujarat

ETV Bharat / state

મકરસંક્રાંતિની આ પરંપરામાં છે 'મહિલાઓના મહત્વ' અને 'મીઠાસ'નો સંદેશ! - ઉતરાયણ અને મહિલાઓ

નર્મદાઃ ઉત્તરાયણ એટલે પતંગ, દોરા, ડીજે, મસ્તી, ધમાલ જ નહીં પરંતુ દાન અને પૂણ્ય પણ ખરુ. આ સાથે કેટલીક એવી પરંપરાઓ પણ જે પરિવારમાં પ્રેમનું વાતાવરણ સર્જે છે. મકરસંક્રાતિમાં મહિલાઓના મહત્વનો પણ સંદેશો મળે છે. જે માટે ખિચડો આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. આ ખિચડો ખિયર અને ખિહર તરીકે પણ ઓળખાય છે. ભાઈ દ્વારા બહેન અને ભાણેજને જે ખિચડો અપાઈ છે તેમાં શેરડી મહત્વનું પરિબળ છે. શેરડી આપવાનો આ વિચાર આદિવાસી અને ગ્રામીણ સભ્યતામાંથી આગળ વધ્યો હોય તેવી પ્રબળ સંભાવના છે.

message-of-importance-of-women-and-also-sweetness-in-uttarayan-fest
message-of-importance-of-women-and-also-sweetness-in-uttarayan-fest

By

Published : Jan 14, 2020, 3:28 AM IST

Updated : Jan 14, 2020, 4:02 AM IST

શેરડી એ મીઠાસનું પ્રતિક છે. પરિવારમાં પ્રેમ અને લાગણીઓ અકબંધ રાખવા એકબીજા સાથે મીઠાસ રાખવી જરુરી છે. શહેરના સમૃધ્ધ લોકો બહેન અને ભાણેજને અપાતા ખીચડામાં તલના લાડુ, ગોળ,ચીકી, તલસાંકળી, ફળ ફળાદિ સહિત નીતનવી ખાઆપે છે પણ ગામડામાં રહેતો આદિવાસી ભાઈને આટલો ખર્ચો પોસાતો નથી. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં ઉપરોક્ત ચીજવસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ પણ નથી થતી. જેથી આદિવાસી વિસ્તારના લોકો પોતાના ભાણેજ અને બહેનોને શેરડીનું દાન કરી આ દિવસને અને પરંપરાને સાર્થક કરે છે અને મીઠાસને મહેકતી રાખે છે.

મકરસંક્રાંતિની આ પરંપરામાં છે 'મહિલાઓના મહત્વ' અને 'મીઠાસ'નો સંદેશ!

દાનનું મહત્વ સમજાવતા ભરતભાઈ વ્યાસે કહ્યુ હતું કે, ઉત્તરાયણમાં શેરડીમાં રહેલી મીઠાસની જેમ જ બહેન અને ભાણેજોમાં સમગ્ર વર્ષ દરમ્યાન મીઠાસ પ્રસરી રહે તે માટે પણ શેરડીનું દાન કરવામાં આવે છે. શેરડીનું દાનને સો બ્રાહ્મણોને આપેલા દાન આપવા બરાબર ગણાઈ છે.ઉત્તરાયણમાં ભાઈ તરફથી મળતો ખીચડો બહેનોના મન છપ્પન જાતના પકવાનથી ઓછો નથી હોતો. ખીચડા રૂપે ભાઈ તરફથી જે પ્રેમ અને વ્હાલ મળે છે તે બહેનો માટે અનમોલ હોય છે. અને એટલે જ ઉત્તરાયણની પ્રતિક્ષા કરવી બહેનો અને ભાણેજને સૌથી વધુ ગમતુ અને સંતોષ આપતુ કામ હોય છે.

Last Updated : Jan 14, 2020, 4:02 AM IST

ABOUT THE AUTHOR

...view details