લોકો સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. સરકાર આદિવાસીઓનાં હિતમાં કાર્ય કરી રહી છે. જેથી ભાજપ સરકાર સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કેટલાક તત્વો ગુજરાતમાં આંદોલન ઉભું થાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે. બંધારણ મુજબ જ સરકાર કામ કરી રહી છે. કોઈને ઈરાદા પૂર્વક નોકરીથી કાઢી મુકવા જોઈએ એમ નથી. સાચા આદિવાસીને બંધારણીય અધિકાર મળ્યો છે. આદિવાસીને વિશેષ અધિકાર પ્રાપ્ત થયો છે.
ખોટા સર્ટીના આધારે લોકોના હક છીનવાય છેઃ મનસુખ વસાવા - મનસુખ વસાવા
નર્મદા: રાજ્યમાં આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો બાબતે વિવાદ ઉભા થયો છે. ત્યારે સાંસદે નર્મદા ભરૂચ જિલ્લાના મુખ્ય આદિવાસી કાર્યકરોની બેઠક રાજપીપલા સર્કિટ હાઉસમાં બોલાવાઈ હતી. જ્યાં તેઓએ આગેવાનો સાથે બંધ બારણે બેઠક યોજી હતી. સરકારે આદિવાસીનાં હિતમાં જાતિ અંગેના પ્રમાણપત્રોની ખરાઈ કરી રહી છે. વનવિભાગની અને અન્ય ભરતીમાં આદિજાતીનાં પ્રમાણપત્રોની ખરાઈ દરમિયાન ખોટા પ્રમાણપત્રો હોય તેવા 150 ઉમેદવારોનાં આવા પ્રમાણપત્રો રદ્દ થયા છે.
જે બિન આદિવાસીઓ ખોટા સર્ટિફિકેટ મારફતે આદિવાસીઓન હક્ક છીનવી લેવા પ્રયત્નો છે. રાજ્યના વનપ્રધાન ગણપત વસાવાએ જણવ્યું કે, ખોટા સર્ટિફિકેટ લઈને જે લોકો નોકરીમાં ભરતી થયા છે. તો તેની ચકાસણી હાલ ચાલી રહી છે. મારી માંગણી એવી છે કે,તેવા લોકોને નોકરીઓ નહિ આપવામાં આવે અને વિધાનસભામાં આ બાબતે કડકમાં કડક કાયદો પણ અમલમાં આવ્યો છે. આદિવાસીનાં ખોટા પ્રમાણપત્રોનો સિલસિલો આખા દેશમાં ચાલે છે. ઘણા સમાજ ગરીબ છે પણ આદિવાસી સમાજમાં જ કેમ સામેલ થવા માંગો છો.
સામાજિક રીતે પાછળ છે,તેમાં પણ બિન આદિવાસીઓ જો આદિવાસીનાં પ્રમાણપત્રો મેળવી લેશે તો આદિવાસીનાં અસ્તિત્વનો સવાલ છે, આદિવાસી હાલ જાગ્યા છે અને પોતાના અધિકારો માટે જાગ્યો છે,સરકાર પણ કટિબદ્ધ છે.