ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદામાં MCMC સેન્ટર શરૂ, રાજકીય પાર્ટીઓ પર રહેશે બાજ નજર - MCMC Center

નર્મદા: લોકસભા ચૂંટણીમાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે મીડિયા કો-ઓર્ડિનેશન એન્ડ મીડિયા સર્ટીફીકેશન સેન્ટર(MCMC)ની શરૂઆત કરવામાં આવી છે. જેની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આઇ. કે. પટેલે મુલાકાત કરી હતી.

Gujarat

By

Published : Mar 26, 2019, 11:59 AM IST

આઇ. કે. પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં લોકસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન આદર્શ આચારસંહિતાનું પાલન થાય તે માટે MCMC સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજકીય પાર્ટીઓ અને તેમના સમર્થકો દ્વારા થતા ખર્ચનું યોગ્ય સ્તરે મોનિટરિંગ થઇ શકે તે માટે પ્રચાર-પ્રસારની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ MCMC સેન્ટરની મુલાકાત લીધી

આઇ.કે. પટેલે MediaCentreની મુલાકાત લઇ સેન્ટરની કામગીરીનું ઝીણવટભર્યુ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેક્ટર એચ.કે. વ્યાસ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ.આઇ. હળપતિ તેમજ નાયબ માહિતી નિયામક અને મીડિયા નોડલ અધિકારી યાકુબ ગાદીવાલા પણ જોડાયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details