ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે, ટેન્ટ સિટી ખાતે ઉભુ કરાયું કોવિડ સેન્ટર - Tent City

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે. આ 2 દિવસીય પરિષદમાં દરમિયાન કોરોનાને લઈને વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કેવડીયામાં ટેન્ટ સિટી ખાતે કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યુ છે. આ અંતર્ગત 35 મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે. તેમજ દિવસમાં બે વખત કેવડીયાને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે.

કેવડીયા
કેવડીયા

By

Published : Nov 23, 2020, 4:13 AM IST

  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોનીયોજાશે
  • કેવડીયામાં ટેન્ટ સિટી ખાતે કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યુ, 35 મેડિકલ ટીમ તૈનાત
  • કેવડીયાને દિવસમાં બે વખત સેનિટાઈઝ કરાય છે

નર્મદા : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે બનાવામાં આવી છે. 2 દિવસીય પરિષદમાં કોરોનાને લઈ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. કોવિડ સેન્ટર ટેન્ટ સિટી ખાતે ઉભું કરવામાં આવ્યુ છે. આ પરિષદમાં ભાગ લેવા આવનારાનું સ્વાસ્થનું પણ ખૂબ વિશેષ પ્રકારની કાળજી રાખવામાં આવી છે. 35 મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી છે અને દિવસમાં બે વખત કેવડીયાને સેનિટાઈઝ કરવામાં આવે છે.

100 વર્ષમાં પ્રથમ વખત દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષની 2 દિવસીય પરિષદ યોજાશે

કેવડીયા ખાતે છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષની 2 દિવસીય પરિષદ યોજાશે. ઇતિહાસમાં પેહલી વાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે. કોરોનાને લઈ દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો ભાગ લેશે. ત્યારે તેમના સ્વસ્થનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

કેવડીયા ખાતે ટેન્ટમાં પરિષદ યોજાશે

કેવડીયા ખાતે ટેન્ટમાં પરિષદ યોજવા જઇ રહી છે. ત્યારે દિવસમાં બે વખત કેવડીયાને સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા છે. 25 અને 26 નવેમ્બરના રોજ બે દિવસીય પરિષદનું આયોજન થવાનું છે અને 27મી નવેમ્બરના રોજ પરિષદમાં ભાગ લેનારા અધ્યક્ષો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિધાનસભાના અધ્યક્ષોની બેઠક યોજાશે, ટેન્ટ સિટી ખાતે ઉભુ કરાયું કોવિડ સેન્ટર

5 ડૉકટરની ટીમ આ પરિષદમાં ખડે પગે રહેશે

આ પરિસદમાં ભાગ લેવા આવનારા મહેમાનોની પણ વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. એક ટેન્ટમાં 200 MLની સેનિટાઈઝની બોટલ, 3 લેયર માસ્ક, ગ્લોઝની 2 કીટ મૂકવામાં આવશે. ગાડીની અંદર એક પણ મૂકવામાં આવશે. 35 ડૉકટરની ટીમ આ પરિષદમાં ખડે પગે રહેશે. તેમાંથી 27 ટીમ કેવડીયા ખાતે રહ્યા છે, જ્યારે 6 ટીમ રાઉન્ડ ધ કલોક MBBS ડૉકટર એલર્ટ રહેશે, પ્રોટોકોલ મુજબ 2 સર્જનની ટીમ રહેશે.

ટેન્ટ 2માં પરિષદમાં આવનારા મહેમાનો માટે કોવિડ સેન્ટર ઉભુ કરાયું

ટેન્ટ 2માં પરિષદમાં આવનારા મહેમાનો માટે કોવિડ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. આ પહેલા તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. તો તેમના રિપોર્ટ પણ મંગાવવામાં આવશે. ગાડીઓને પણ ચેકિંગ કરી સેનિટાઇઝ અને થર્મલ ગનથી ચેક કરવામાં આવશે. આમ બે દિવસીય પરિષદમાં કેવડિયા ધમધમાટ શરૂ થઈ ગયો છે અને સ્વસ્થની પણ ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે. હવે જોવાનું એ છે કે, તંત્ર કેવી રીતે કોરાનાની મહામારીમાં કામ કરશે?

ABOUT THE AUTHOR

...view details