એમીશન ટ્રેડીંગ સ્કીમએ એક પ્રકારની મીકેનીઝમ છે. જેમાં સરકાર દરેક એકમ માટે ઉત્સર્જન પર એક કેપ નક્કી કરે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ રજકણો દ્વારા ફેલાતા હવા પ્રદૂષણને અટકાવવાનો છે. આ યોજના અંતર્ગત ઉદ્યોગોને ઉત્સર્જનની ટકાવારી નક્કી કરવાનો અધિકાર પ્રાપ્ત થશે અને નિયત કરેલી માત્રા કરતા વધેલા ઉત્સર્જનનો તેઓ વેપાર કરી શક્શે.એમીશન ટ્રેડીંગ સ્કીમ એ જી.પી.સી.બી દ્વારા શરૂ કરવામાં આવેલો એક નવીનતમ પહેલ છે.
કેવડીયા કોલોનીમાં એમીશન ટ્રેડીંગ સ્કીમ ફોર પાર્ટીક્યુલેટ મેટરનો લોન્ચિંગ વર્કશોપ યોજાયો - નર્મદાના સમાચાર
કેવડીયા: નર્મદા જિલ્લામાં આવેલા કેવડીયા કોલોનીમાં એકતા ઓડીટોરિયામમાં એમીશન ટ્રેડીંગ સ્કીમ ફોર પાર્ટીક્યુલેટ મેટરના લોન્ચિંગ માટેના વર્કશોપનો આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અને જી.પી.સી.બીના અધ્યક્ષ ડો. રાજીવકુમાર ગુપ્તા, અમેરીકાની શિકાગો યુનીવર્સીટીના પ્રધ્યાપક ડો. માઇક્લ ગ્રીનસ્ટોન અને ડો. અનંત સુદર્શન સહીતના મહેમાનો તથા સુરત, અમદાવાદ, અંકલેશ્વર, વાપી, વડોદરાથી ગુજરાતના ઔદ્યોગિક અસોસિએશના હોદ્દેદારો અને સભ્યો સહિત 500 જેટલા સહભાગીઓ હાજર રહ્યા હતા.

એમીશન ટ્રેડીંગ સ્કીમ ફોર પાર્ટીક્યુલેટ મેટરના લોન્ચીંગ વર્કશોપ યોજાયો
એમીશન ટ્રેડીંગ સ્કીમ ફોર પાર્ટીક્યુલેટ મેટરના લોન્ચીંગ વર્કશોપ યોજાયો
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા એમીશન ટ્રેડીંગ સ્કીમે કલાઇમેટ ચેન્જના ભાગ રૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હાથ ધરવામાં આવેલા બહુપરીમાણીય પહેલ છે. સરકારની આ પહેલ સાથે તમામ ઇન્ડસ્ટ્રીઓનો સહકાર જરૂરી બન્યો છે. આ બાબતે પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ચેરમેન રાજીવ ગુપ્તા એ જણાવ્યું હતું કે, આ પહેલ આપણે કરી છે. જેમાં ચોક્કક્સ સફળ થઇશું કારણ કે, આ સ્કીમમાં ઈન્ડસ્ટ્રીઓ માટે પણ ઓછા પોલ્યુશન માટે પોઇન્ટ છે સર્ટિફિકેટ લેવાનું છે.જે સૌથી ઓછું પોલ્યુશન કરશે તેને ફાયદો થવાનો છે.