ગુજરાત

gujarat

ETV Bharat / state

Chintan Shivir : રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરમાં પ્રારંભ કરાવતાં મુખ્યપ્રધાન - 10th Chintan Shivir

એકતાનગરમાં આજે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. જ્યાં મુખ્યપ્રધાને ગુજરાતની વિકાસ અને વિચારની અભિવ્યક્તિ વિશે વાત કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને ચિંતન શિબિરમાં એક ટકોર પણ કરી હતી. તેમજ નાણાપ્રધાને વડાપ્રધાન મોદીએ કંડારેલા વિકાસપથ વિશે વાત કરી હતી.

Chintan Shivir : રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરમાં પ્રારંભ કરાવતાં મુખ્યપ્રધાન
Chintan Shivir : રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરમાં પ્રારંભ કરાવતાં મુખ્યપ્રધાન

By

Published : May 19, 2023, 10:36 PM IST

રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરમાં પ્રારંભ કરાવતાં મુખ્યપ્રધાન

નર્મદા : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનો એકતાનગરથી પ્રારંભ કર્યો છે. જ્યાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, મેં નહીં હમના ભાવ સાથે યોજાતી ચિંતન શિબીર ગવર્નન્સમાં મોટા ચેન્જ લાવવાનું સક્ષમ માધ્યમ બની છે. ચિંતન શિબિર માટેના પરસેપ્શન ભલે જુદા હોય પરંતુ રીઝલ્ટ મેથેમેટિક્સ-ગણિતના દાખલા જેવું એક અને સચોટ હોય છે, જેમાં સરવાળાનો જવાબ એક જ આવે છે. આવી ચિંતન શિબિરમાં આપણા સૌના મંથનની દિશા એક હોય ત્યારે સૌના સાથ, સૌના વિકાસની ભાવના અવશ્ય ચરિતાર્થ થાય જ એમ તેમણે ઉમેર્યું હતું.

ચિંતન શિબિરની ચર્ચા : મુખ્યપ્રધાન શિબિરના પ્રારંભે પ્રસ્તુત થયેલા મનુષ્ય ગૌરવ ગાન, મનુષ્ય તું બડા મહાન મહાન હૈનો ભાવ આગવી શૈલીથી વર્ણતા જણાવ્યું કે, જો માનવીમાં કંઈક કરવાનો ભાવ હોય, મારે પણ કઈ સારું કરવું છે તેવી ખેવના હોય તો અવશ્ય પરિણામ મળે જ છે. રામસેતુ નિર્માણમાં નાનકડી ખિસકોલીના અને જંગલમાં લાગેલી આગ બુજાવવા ચાંચમાં પાણી લઈને જતી ચકલીના યોગદાનના ભાવનાત્મક દ્રષ્ટાંતો આપ્યા હતા. વિકાસ માટેની પ્રતિબદ્ધતા, સામાન્ય માનવીના સુખ-સુવિધા માટેનો ભાવ દરેક વ્યક્તિમાં પડેલો જ હોય છે. આવી ચિંતન શિબિરની ચર્ચા-મંથન તેને બહાર લાવવાનું કામ કરે છે.

વિકાસની રાજનીતિ વિકસી : મુખ્યપ્રધાન એવી ટકોર પણ કરી કે, આવી ચર્ચાઓ વખતે મુક્ત મને વિચારની અભિવ્યક્તિ થાય તે પણ જરૂરી છે. અન્યથા યોજનાઓ, વિકાસ કામોની ફિલ્ડમાં સાર્થકતા યોગ્ય રીતે નહીં થઈ શકે. મુખ્યપ્રધાને દેશ અને દુનિયામાં ગુજરાતના વિકાસની નવી ઊંચાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રસ્થાપિત થઈ છે. તેના પાયામાં વિકાસની રાજનીતિ અને ચિંતન શિબિરના સામૂહિક વિચાર ચિંતન રહેલા છે તેવો સૂર પણ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા એ પહેલાં રાજનીતિમાં વિકાસ શબ્દને કોઈ સ્થાન ન હતું. હવે વડાપ્રધાન પરિણામે વિકાસની રાજનીતિ વિકસી છે, વિકાસના આધારે જનાધાર- જનમત ઘડાઈ રહ્યા છે. અલગ અલગ રાજ્યો વચ્ચે વિકાસ બાબતે કમ્પેરીઝન અને હેલ્ધી કોમ્પિટિશન થઈ રહી છે.

શ્રેષ્ઠ ભારતની સંકલ્પના : મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાત વિકાસના મોટાભાગના માનાંકોમાં અગ્રેસર છે, ગુજરાતે દરેક ક્ષેત્રે લીડ લીધી છે. આપણી પાસે સંસાધનોની કોઇ કમી નથી, ત્યારે એક પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે તે જોવા તેમણે અનુરોધ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, સરદાર પટેલે આઝાદી બાદ ભારતને એક કર્યો, તેને શ્રેષ્ઠ બનાવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરવા દેશના રાજ્યો વચ્ચે તેમની સારી બાબતોનું પરસ્પર આદાન પ્રદાન થાય તેવી વ્યવસ્થા તેમણે ઉભી કરી છે.

મોદીએ કંડારેલા વિકાસપથ : સૌરાષ્ટ્ર તામીલ સંગમ અને માધવપુર ઘેડનો મેળો તેના ઉત્તમ ઉદાહરણો છે તેમ જણાવતા મુખ્યપ્રધાને કહ્યું કે, આના પરિણામે ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચે સાંસ્કૃતિક બાબતો અને વેપાર વણજ વિકસ્યા છે. જે સારૂ છે તેનો લાભ સૌને મળે, આમ સરવાળે એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી વડાપ્રધાનની નેમ છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કંડારેલા વિકાસપથ પર ગુજરાત સતત આગળ વધી રહ્યુ છે. આજે ગુજરાતની આ વિકાસયાત્રા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હરણફાળ ભરી રહી છે.

છેવાડાના લાભાર્થી : નાણાપ્રધાને ઉમેર્યું કે, વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમણે વહીવટના દરેક તબક્કે ફરજ બજાવતા અધિકારીઓ અને ચૂંટાયેલી પાંખને સાથે રાખી સરકારના વિઝન અને મિશનને ઓપ આપવા ચિંતન શિબિર નામનું પ્લેટફોર્મ ઉભું કર્યું હતું. જે આજે ગુજરાતમાં જ નહિ, રાષ્ટ્રિય કક્ષાએ અને અનેક રાજ્યોમાં પણ વિસ્તર્યું છે. પ્રધાન અને અધિકારી-કર્મચારીઓ રાજયના વહીવટ સાથે સંકળાયેલ સેવા સમર્પિત કર્મયોગીઓ છે. નાગરિકોની આશા, આકાંક્ષાઓ અને અપેક્ષાઓ સમજીને યોજના બનાવવી અને બનેલી યોજનાના લાભો છેક છેવાડાના લાભાર્થી સુધી પહોંચાડવા તે આપણી સૌની જવાબદારી છે.

ગુજરાતીઓ માટે ગૌરવની વાત : નીતિ આયોગ દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનની નોંધ લેવામાં આવી છે, તે ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત તથા આત્મનિર્ભર ગુજરાત થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા આ ચિંતન શિબિર ઉદ્દીપક તરીકે કામ કરશે એવો વિશ્વાસ મંત્રએ વ્યક્ત કર્યો હતો. મુખ્ય સચિવ રાજકુમારે અગાઉ યોજાઈ ગયેલી ચિંતન શિબિરોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે, અગાઉની ચિંતન શિબિરમાં થયેલી ચર્ચાના આધારે જે ભલામણો થઈ તેના પર નિર્ણય લેવાથી વહીવટમાં ઘણી ગતિ આવી છે. ચિંતન શિબિરના એજન્ડા નક્કી કરવા માટે જે મનોમંથન કરવામાં આવ્યું તેની ગુણવત્તાની પ્રશંસા કરી અને સબંધિત અધિકારીઓને તેમણે અભિનંદન પાઠવ્યા હતા.

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બચપન કા ઉત્સાહ, પચપન કા ચિંતન”ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ

Kutch News : હિન્દુત્વને લઈને કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન - દેશમાં હિન્દુઓને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે.

Kutch News: "બાળ પ્રતિભા સંસ્કાર શિબિર”, ટીવી-મોબાઈલ વગર કેમ જીવવું એના પાઠ શીખે છે બાળકો

ABOUT THE AUTHOR

...view details