જિલ્લા કુંવરપરા ગામના સરપંચ નિરંજન વસાવાની આગેવાનીમાં ગરુડેશ્વર ધીરખાડી ગામની વન સમિતિના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા રાજપીપળા પ્રયોજન વહીવટદારને ખેડુતોને તેમનો ખેડ હક્ક આપવા બાબતે રજુઆત કરવામાં આવી હતી.
ગરુડેશ્વરના ધીરખાડી ગામના 85થી વધુ ખેડૂતોને ખેડ હક્ક આપવા રજૂઆત
નર્મદા: જિલ્લાના મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ધીરખાડી ગામની વનસમિતિ તેમજ GPS સિસ્ટમ દ્વારા 2005ના સર્વે મુજબ તેવા ખેડૂતોને પોતાના ખેડ હક્ક તેમજ (સર્વે,નંબર /ખાતા.નંબર)નો હક્ક આજ દિન સુધી મળ્યો નથી.
નર્મદા જિલ્લા પ્રોયોજના વહીવટની કચેરી, રાજપીપળા ખાતે એકઠા થયેલા ખેડૂતોની રજુઆત પ્રમાણે મોખડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ધીરખાડી ગામની વનસમિતિ દ્વારા તેમજ GPS સિસ્ટમ દ્વારા સન 2005ના સર્વે મુજબ જે ખેડૂતો વર્ષોથી ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવા ખેડૂતોને પોતાના ખેત હક્ક તેમજ (સર્વે,નંબર /ખાતા.નંબર)નો હક્ક આજદિન સુધી મળ્યો નથી.
ખેડૂતો પૈકી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધીરખાડી ગામના 85થી વધુ ખેડૂતોને તેમનો ખેડ હક્ક આપવા રજુઆતમાં કુલ 210 દાબ અરજી આપવામાં આવી હતી. તેમાથી કુલ 95 ખેડૂતોને ખેતનો હક્ક મળ્યો છે. જયારે બાકીના 85થી પણ વધુ ખેડૂતોને તેમના ખેડ હક્કો મળ્યા નથી. જે તાત્કાલિક કાર્યવાહી કરી એમનો હક આપવા નાંદોદની કુંવરપરા ગ્રામ પંચાયતના સરપંચ નિરંજન વસાવા સહિતના આગેવાનોએ લેખિત રજુઆત કરી છે