જેને કારણે સવાર પડે ને પોતાના ખેતરોમાં કે ખેત મજૂરી માટે જતા હોય છે. આજે નર્મદા જિલ્લામાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ત્યારે આવા આકળા તાપમાં પણ આદિવાસીઓ મજૂરી કરતા નજરે પડ્યા હતા.આ ખેતમજૂરી કરતા લોકોને પૂછતાં જેમને પોતાની રોજગારી માટે તાપમાં કામ કરવું પડે છે તેની વાત કરી હતી અને લૂ લાગવું એ પણ એમને ખબર નથી.આજે રાજ્ય સરકાર દ્વારા યલ્લો, ઓરેન્જ એલર્ટ આપ્યું એટલે કે 45 થી વધુ ડિગ્રી તાપમાન ઉંચે જતું હોય છે.
તાપમાનમાં વધારો થતા 'લૂ' લાગવાના ઘટનાઓમાં વધારો - incidents
નર્મદાઃ નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી 44 ડીગ્રી તાપમાનનો પારો વધતા આદિવાસીઓને લુ લાગવાના બનાવો વધ્યા છે. આજે રાજપીપલા સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે.નર્મદા જિલ્લો આદિવાસી પછાત જિલ્લો છે અને અહીંના આદિવાસીઓને લૂ લાગવું એ પણ ખબર નથી.
લોકો તકેદારી રાખે, ગરમીથી બચવા જરૂરી સાધનોનો ઉપયોગ કરે જેવી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે.પરંતુ આ ગાઇડલાઇન હજી સુધી નર્મદા જિલ્લાના આદિવાસીઓ સુધી પહોંચી નથી.જેને કારણે જ આજે 5 દિવસમાં ડોક્ટરના જણાવ્યા મુજબ જો લૂ લાગવાના આંકડા જોઈએ તો અત્યર સુધીમાં 30 થી 40 જેટલા લોકોને લૂ લાગવાના કેસો આવ્યા હતા.
આજે રાજપીપલા શહેરએ ટ્રાઇબલ વિસ્તારમાં ગણાતા અહીં કોઈ મોટી હોસ્પિટલો ના હોવાથી વધુ બીમાર થતા દર્દીને સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવે છે. આજે 2 વ્યક્તિને લૂ કેસમાં વડોદરા ખાતે રીફર કરવામાં આવ્યા હતા.