નર્મદા : દેશમાં અનેક પોપટની જાતિઓ છે. જો કે, 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જંગલ સફારી પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદાના જંગલ સફારીમાં દેશ અને વિદેશથી પશુ પક્ષીઓ લાવવામાં આવ્યા છે, પરંતુ આ પક્ષીઓમાં સૌથી વધુ આકર્ષણ જંગલ સફારી પાર્કમાં રહેલા દુમખલના બોલતા પોપટ છે.
આ પોપટ માણસની નકલ કરી માણસ જેમ બોલી બતાવે છે. આ પોપટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના હાથ પર લઈ પોપટ સાથે વાત કરી હતી. હાલ જંગલ સફારીમાં 70 નર્મદાના દુમખલ પોપટો લાવવામાં આવ્યા છે. હાલ આ પોપટ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
આ પણ વાંચો -વડાપ્રધાન મોદીમાં જોવા મળી પક્ષી પ્રેમી નરેન્દ્રની ઝલક
જંગલ સફારી પાર્કમાં બોલતા દુમખલ પોપટ બન્યા આકર્ષણનું કેન્દ્ર નર્મદા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા નદીના કિનારે આવેલા કુદરત સાથે એકતાના સંદેશ સાથે બનેલી જંગલ સફારીની મુલાકાત કરી હતી. જેમાં તેમને 7500 સ્ક્વેર મીટર, 15 મીટર ઉંચા, 150 મીટર લાંબો, 50 મીટર પહોળા પક્ષી ઘરની મુલાકાત લીધી હતી. આ પક્ષી ઘરમાં 30 પ્રજાતિના 500 પક્ષીઓ છે. આ પક્ષીઓના ખોરાક માટે 30 છોડ વાવવામાં આવ્યા છે. આ પક્ષીઘરમાં નરેન્દ્ર મોદીએ પોતાના હાથ પર બે પોપટ બેસાડ્યા હતા. આ સમયે એક પોપટ તેમની હાથ પરથી હટતો ન હતો, જે તેમના પ્રેમાળ સ્વભાવને આભારી છે.
આ પણ વાંચો -મુઝે પીને કા શૌક નહી, પીતા હું ગમ ભૂલાને કો....અફીણના બંધાણી પોપટ
ન્યૂઝ ડેસ્ક: આજ કાલ કળીયુગમાં પક્ષીને પણ નશાની લત લાગી હોય જણાઈ આવે છે. કહેવાય છે કે, નશો તમામ લોકોનો ગમ ભુલાવી દેતા હોય છે, અને આ રહસ્ય પોપટને પણ ખબર પડી ગઇ છે. તેથી ગમ ભૂલી જવા માટે પોપટે ડોડાના વૃક્ષોનો ટેકો લીધો છે. પરંતુ પોપટની આ લતને કારણે મંદસૌરના ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે.