પ્રથમ દિવસથી પરિક્રમાવાસીઓની ભીડથી વહીવટી તંત્ર દ્વારા પણ બે બોટ વધારી ત્રણ કરી દેવામાં આવી હતી. ગયા વર્ષે 1 બોટને કારણે લાંબી કતારો લાગી હતી જેથી પરિક્રમાવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, જેને લઈને સંતો દ્વારા આ પરિક્રમા પૂર્વે પરિક્રમા પથ બનાવાવા તથા બોટ સુવિધા વધારવા તંત્ર સામે રજૂઆત કરવામાં આવી હતી.
ચૈત્ર મહિનાની શરૂઆત સાથે નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થાય છે. આ પરિક્રમા સત્તત 30 દિવસ ચાલે છે જેની શરૂઆત થઇ ગઇ છે. ચૈત્ર મહિનામાં હજારો ભક્તો આ પરિક્રમામાં જોડાય છે. નર્મદામાં ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલામાં નર્મદાનું અનેરું મહત્વ છે. કહેવાય છે કે નર્મદાના માત્ર દર્શન થી જ પાપ નષ્ટ થઇ જાય છે. ત્યારે નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે. આ મહાત્મ જાણી મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમા કરે છે. તો જણાવી દઇએ કે આ પરિક્રમાની શરૂઆત ગુવાર, રામપુરા ખાતેથી થાય છે.