નર્મદાઃ જિલ્લાના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા, વડોદરા S.P.C.A. તથા વિશ્વ હિન્દુ પરિષદ, ગૌરક્ષા વિભાગ અને ડેડિયાપાડા રેન્જ ફોરેસ્ટના સંયુક્ત પ્રયત્નોથી શુક્રવારના રોજ ગુજરાત રાજ્યમાં સૌથી મોટી સંખ્યામાં વન્ય સરીસૃપ જીવ આંધળી ચાકણને બચાવે છે. જેમાં જતીનભાઈ વ્યાસ, દિપેનસિંહ પરમાર, અંકુરભાઇ પટેલ, વિશાલભાઈ મરાઠી, જૈમિન ભાઈ રાવલ અને ગુજરાત રાજ્ય વન વિભાગના ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટના ડી.સી.એફ. નીરજ કુમાર, ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને A.W.B.I. & S.P.C.A. અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે વન્યજીવ આંધળી ચાકણનો 15 નંગ ગેરકાયદેસર વેપાર કરતા ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં વન્યજીવોનું ગેરકાયદે રીતે આંતરરાજ્ય વેચાણનું કૌભાંડ ઝડપાયું - આંધળી ચાકણને બચાવાઇ
નર્મદા જિલ્લો 43 ટકા વનવિસ્તાર ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના જંગલોમાં અનેક સરીસૃપ પ્રાણીઓ રહે છે, જેમાં ખાસ કરીને આંધળી ચાકણ નામનો એક સાપ મુખ્ય છે. જેમાં કોઈ પણ જાતનું ઝેર હોતું નથી અને જેના બે મોંઢા હોય છે, આ આંધળી ચાકણ સાપને તાંત્રિક વિધિમાં પણ ઉપયોગ લેવામાં આવે છે. અંધશ્રદ્ધાના નામે આવા વન્યજીવોનું લાખોમાં વેચાણ કરવામાં આવે છે, જેનો શુક્રવારના રોજ પર્દાફાશ થયો છે, જેમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 3 ઈસમો પાસેથી 15 આંધળી ચાકણને ઝડપી લેવામાં આવ્યા છે.
![નર્મદા જિલ્લામાં વન્યજીવોનું ગેરકાયદે રીતે આંતરરાજ્ય વેચાણનું કૌભાંડ ઝડપાયું નર્મદા જિલ્લામાં વન્યજીવોનું ગેરકાયદે રીતે આંતરરાજ્ય વેચાણનું કૌભાંડ ઝડપાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8763415-76-8763415-1599818831497.jpg)
ડેડીયાપાડા રેન્જ ફોરેસ્ટ અને વડોદરા S.P.C.A., વિશ્વ હિન્દુ પરિષદ વડોદરાની ટીમે સંયુક્ત રીતે છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગેરકાયદેસર વન્યજીવનું ગેરકાયદેસર વેચાણ કરનાર આરોપીઓની વોચમાં હતા. જેને શુક્રવારના રોજ આરોપીઓને 15 નંગ આંધળી ચાકણ સાથે ગેરકાયદેસર વેપાર કરતાં ત્રણ આરોપીઓને રંગેહાથ પકડી પાડવામાં આવેલ છે. સદર વન્યજીવોનું ગેરકાયદેસર વેચાણ રાજ્યવ્યાપી અને આંતરરાજ્ય ગેરકાયદેસર લે વેચનો પર્દાફાશ થયો છે.
આગામી દિવસોમાં વન વિભાગ તરફ આ મુદ્દે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંતર રાજ્ય લેવલે ખૂબ જ મોટું કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે. જોકે હાલ વનવિભાગ દ્વારા આ ત્રણેય ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને જાણવામાં આવશે કે અન્ય આવા કેટલા વન્ય પ્રાણીઓને જંગલોમાંથી પકડી ક્યાં-ક્યાં વેચવામાં આવ્યા છે.