નલિયા: બાંભડાઈ વિસ્તારમાં આવેલી સ્વર્ણિમ સોસાયટી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો બનાવવામાં આવ્યા હતા. જ્યા પ્રાથમિક સુવિધાઓના અભાવને પગલે લાભાર્થીઓ રહી શકતા નથી. બંધ હાલતમાં પડેલા આ તમામ આવાસો ખંડેર બની ગયા છે. હજારોના ખર્ચે બનાવેલા આ આવાસોના લાભથી લાભાર્થીઓ વંચિત રહી ગયા છે.
સ્વર્ણિમ સોસાયટીમાં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના આ આવાસોમાં હાલ બાવળના ઝુંડ ઉગી નિકળ્યા છે. આવાસો સ઼ાથે બનેલા શૌચાલયોમાં પણ બિનઉપયોગી બની રહ્યા છે. આ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસોનું આમ તો સરકારી રાહે મોટા ઉપાડે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને ખુદ વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદીએ ઓનલાઈન ઉદ્દઘાટન કર્યુ હતું. ઉદ્દઘાટન બાદ આ વિસ્તારમાં સુવિધાઓ ન હોવાથી લાભાર્થીઓ લાંબા સમય તેનો લાભ લઈ શક્યા નહિ. જેના લીધે આ વિસ્તારમાં હાલ સુનકાર ભાસી રહ્યો છે઼