ગુજરાત

gujarat

ETV Bharat / state

નવાગામથી કેવડિયા સુધીના જમીન દબાણના વિવાદ પર હાઇકોર્ટની સુનાવણી - narmda updates

નર્મદા જિલ્લામાં આવેલા કેવડિયા ગામ પાસેના નર્મદા ડેમમાં જમીન ગુમાવેલ વિસ્થાપિતોને કેવડિયા વિસ્તારમાં જ જમીન સંપાદન કરવામાં આવી હતી, પરંતુ આ ઉપરાંત તેઓએ નવાગામથી કેવડિયા સુધી દબાણ કર્યા હતા અને આ બાબતે તંત્ર સાથે ઘણી વખત સંઘર્ષ પણ થયા હતા. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓના ધસારાને કારણે નજીકના કેવડિયા તથા આજુબાજુના 6 ગામના લોકોએ કેટલીક જમીનમાં દબાણો કર્યા હતા. આ વિવાદ પર હાઇકોર્ટે આજે સુનાવણી કરી હતી.

નર્મદા
નર્મદા

By

Published : Jan 31, 2020, 11:09 PM IST

નર્મદાઃ આ મામલો આખરે હાઇકોર્ટમાં પહોંચ્યો હતો, આજે આ વિવાદ પર હાઇકોર્ટની સુનાવણી હતી, જેમાં સરકાર અને 6 ગામના ગ્રામજનો 10 દિવસમાં સુખદ સમાધાન માટે કોર્ટ સમક્ષ સમિતિ બનાવી સમજૂતી કરે નહિ તો કોર્ટ ચૂકાદો આપશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું. કોર્ટ આપેલી આજની સુનાવણી અનુસાર સ્ટેચ્યું ઓફ યુનિટીથી કેવડિયાના ભારત ભવન સુધીમાં જુલાઈ 2019 પછી થયેલ દબાણો દૂર કરવા અને આ આદેશ થતા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાના શરૂ પણ કરાયા છે.

નવાગામથી કેવડિયા સુધીના જમીન દબાણના વિવાદ પર હાઇકોર્ટની સુનાવણી

હાઈકોર્ટે સરકાર અને નર્મદા ડેમના 6 ગામના અસરગ્રસ્તો (પક્ષકારો) વચ્ચે સમજૂતી સાધવાનું પણ કહ્યું છે. આ બાબતે કોર્ટે આગામી 11 ફેબ્રુઆરીએ વધુ ચુકાદો સંભળાવશે.

ABOUT THE AUTHOR

...view details