ગુજરાત

gujarat

ETV Bharat / state

કરજણ ડેમની સપાટીમાં વધારો, 8 ગામો હાઇએલર્ટ પર - કરજણ ડેમ

નર્મદા: સમગ્ર ગુજરાતમાં વરસાદનો કહેર છે, ત્યારે નર્મદાના ડેડીયાપાડામાં 6 ઇંચ વરસાદ ખાબકતા કરજણ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 10 હજાર પાણીની આવક થઈ છે. કરજણ ડેમની સપાટી 114.58 મીટર પર પહોંચી છે. જેને લઇને ડેમ હાઇએલર્ટ પર મુકાયો છે, ત્યારે ડેમના 7 ગેટ ખોલી 1લાખ 30 હજાર ક્યુસેક પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતા 8 ગામોને હાઇએલર્ટ જાહેર કર્યા છે.

etv bharat narmada

By

Published : Sep 10, 2019, 1:17 PM IST

રાજપીપલા શહેરના નદી કાંઠા વિસ્તારમાં પાણી લોકોના ઘરમાં ધુસ્યા છે, ત્યારે 20 મકાનોના રહીશોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જ્યારે કાંઠા ગામોના ખેતરોમાં પાણી ફરી વળ્યાં અને મોટું નુકસાન પહોચ્યું છે. કરજણ કિનારે આવેલ તલકેશ્વર મંદિરના પગથીયા પણ ધોવાઈ ગયા છે.

કરજણ ડેમની સપાટીમાં વધારો, 8 ગામો હાઇએલર્ટ પર

આ પરિસ્થિત ગંભીર હોવાથી જિલ્લા કલેકટર આઈ.કે પટેલ, ચીફ ઓફિસર, પ્રાંત. મામલતદાર સહિત ટીમો દોડી આવી હતી અને જ્યાં જ્યાં પાણી ભરાયા ત્યાં ટીમો તૈનાત કરવામાં આવી હતી. આ સાથે કરજણ બે કાંઠે હોવાથી પાલિકાની ફાયર ફાઇટરની 5 ટીમો તૈનાત કરી ગણપતિ વિસર્જન અને તાજીયાના ઝુલસ બાદ કરજણમાં ટાઢા કરવામાં આવશે. જેમાં ખાસ તકેદારીની સૂચના પણ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details