નર્મદા: જિલ્લાના ધનપોર, ધમણાચા, રૂંઢ, હજરપુરા, ભુછાડ, શહેરાવ, તારસાલ સહિતના 24 જેટલા ગામોની સિમોમાં પાણી ભરાતા જળબંબાકારની પરિસ્થિતિઓ ઉભી થઇ હતી. જિલ્લામાં આ નર્મદાના પાણીથી આશરે 4000 હેકટર જમીનોમાં કેળા, શેરડી, કપાસ, પપૈયા, શાકભાજી સહિતના પાકો નષ્ટ થઈ ગયા છે. પાંચ દિવસની ભારે તબાહી બાદ મચાવ્યા બાદ નર્મદા બંધમાંથી પાણી છોડવાનું ઓછું કરવામાં આવતા નદીના પાણી ઓસર્યા છે. પરંતુ ખેતીનો નવો જૂનો બધો પાક નષ્ટ થઈ ગયો છે અને ખેડૂતોને વ્યાપક નુકસાન પહોચ્યું છે.
નર્મદા: કાંઠા પાસેના ગામોના પાણી ઓસર્યા પરંતુ ખેડૂતોને ભારે નુકસાન - The villages released from Sardar Sarovar Dam were flooded
સરદાર સરોવર નર્મદા બંધમાંથી સતત પાંચ દિવસ સુધી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે નર્મદાના કાંઠાના ગામોમાં પાણી ભરાયા છે. જેથી ખેડૂતોનો તમામ પાક નષ્ટ થયો છે અને તેમને લાખોનો નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
નર્મદા: કાંઠા પાસેના ગામોના પાણી ઓસર્યા પરંતુ ખેડૂતોને ભારે નુકસાન
પરંતુ હાલ પરિસ્થિતિઓ એવી ઉભી થઇ છે કે ખેડૂતો પાસે પાણીમાં બગડી ગયેલા પાકને સફાઈ કરવા માટે પણ રૂપિયા નથી. આ પાણીને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરે અને જાતે નક્કી કરે કે એક ખડુતને કેટલું નુકસાન થયું છે.અને સરકાર ખેડૂતોને સારો રાહત પેકેજ આપી ટીસ્યુની પુરી કિંમત આપે, ડ્રિપલાઇન તણાઈ ગઈ છે જેની પાઇપો આપે અને લોન માફ કરે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું રહ્યું કે જગતના આ તાતને સરકાર કેવી સહાય આપે છે