- ગુજરાતના પ્રધાનો કેન્દ્રમાં બનતા આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો થશે
- દિલ્હીના મુખ્યપ્રધાને જેટલા વચનો આપ્યા છે એ પુરા કર્યા નથી: સી.આર પાટીલ
- ગુજરાતમાં મુખ્યપ્રધાન કોઈપણ સમાજના હોય બધાને સાથે લઈને ચાલે તેવા હોવા જોઈએ
નર્મદા: ડૉ.શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે નાંદોદ તાલુકાના લાછરસ ગામે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલ (CR Patil)ની ઉપસ્થિતિમાં ભાજપ દ્વારા 11,000 વૃક્ષોના વાવેતરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. નર્મદા જિલ્લાના લાછરસ ગામે વૃક્ષારોપણની શરૂઆત કરી હતી. તેમજ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રધાનો કેન્દ્રમાં બનતા આવનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections)માં ફાયદો થશે તેમ પણ કહ્યું હતું.
આ પણ વાંચો: શું મોદી કેબિનેટના વિસ્તરણમાં ગુજરાતના સાંસદોને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને લેવાયા છે ?
ત્યારે આ પ્રસંગ સી.આર.પાટીલે (CR Patil) જણાવ્યું હતું કે, ' ફ્કત ભારત માતા કી જય બોલવાથી કશું જ નહીં થાય, ભારત માતા તો આપણા દિલમાં જ છે પરંતુ ભારત દેશ માટે આપણે સૌએ મળી કંઈક કરવું પડશે. જે વધુ ઓક્સિજન પેદા કરે એવા વૃક્ષોની ઓળખ કરી એ વૃક્ષો વાવવા જોઈએ' ગુજરાતના મુખ્યપ્રધાન આદિવાસી હોવો જોઈએ તેવી છોટુ વસાવાની માગ મુદ્દે જણાવ્યું હતું કે, 'હું છોટુભાઈની માગને એટલી ગંભીરતાથી લેતો નથી'
દિલ્હીના મુખ્યપ્રધાને જેટલા વચનો આપ્યા છે એ પુરા કર્યા નથી: સી.આર પાટીલ
તો બીજી તરફ ગુજરાતમાં 'આપ' કેટલું સફળ રહેશે એ મુદ્દે ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, 'દિલ્હીના મુખ્યપ્રધાને જેટલા વચનો આપ્યા છે એ પુરા કર્યા નથી, દિલ્હીની 33 ટકા સ્કૂલોના રિઝલ્ટ ફેઈલ છે, ગુજરાતમાં 40 લાખ જ્યારે દિલ્હીમાં 19 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. દિલ્હીની સામે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખૂબ સારી છે. ગુજરાતમાં મુખ્યપ્રધાન કોઈપણ સમાજના હોય પણ દરેક સમાજને સાથે લઈને ચાલે તેવા મુખ્યપ્રધાન ગુજરાતમાં હોવા જોઈએ'
કેન્દ્ર લેવલે ગુજરાતનું મહત્વ વધ્યું
હાલના સમયમાં મોદી કેબિનેટ વિસ્તરણ (Modi Cabinet Expansion) માં ગુજરાતનો દબદબો રહ્યો છે અને કેન્દ્ર લેવલે ગુજરાતનું મહત્વ વધ્યું છે. દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મોદી કેબિનટમાં ગુજરાતના સાસંદોને સ્થાન અપાયું છે. 2022 ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat elections 2022) આવી રહી છે, તે અગાઉ રાજકીય સમીકરણ સેટ થયા છે.