નર્મદાઃ કેવડિયા કોલોની ખાતે ચાલી રહેલી ચિંતન શિબિરના બીજા દિવસે મુખ્યપ્રધાન, પ્રધાન તથા સચીવે તમામ આઈએએસ ઓફિસરની મુલાકાત લીધી હતી. 182 ઊંચી સરદાર પટેલની પ્રતીમાની વ્યૂ ગેલેરીમાંથી પ્રાકૃતિક નજારો જોયો હતો. ત્યાર બાદ શહેરી અને ગ્રામ્ય વિકાસ સંદર્ભે યોજાયેલા ચર્ચાસત્રમાં પ્રધાનોએ ભાગ લીધો હતો.
મોટા ફેરફારના એંધાણઃ 3 દિવસની ચિંતન શિબિરનું રવિવારે બપોરે સમાપન થશે. છેલ્લાં દિવસે રાજ્યમાં વહિવટી અને સરકારી યોજનાના અમલમાં સર્વશ્રોષ્ઠ કામગીરી બદલ ત્રણ જિલ્લા કલેક્ટર, ત્રણ જિલ્લા વિકાસ અધિકારી એમ છ IAS ઓફિસરોને પારિતોષિક અપાશે. ગુજરાતના વિકાસના રોડમેપને ચિંતન શિબિરમાં રજૂ થયેલા મુદ્દાઓને આધારે તૈયાર કરાશે. સરકારના વહિવટી માળખા અને યોજનાઓમાં હવે પછીના તબક્કાઓમાં મોટા ફેરફાર થઈ શકે છે.
200થી વધારે મહેમાનઃરાજ્યમંત્રી મંડળના પ્રધાન, મુખ્ય સચિવ તેમ જ મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને 230 જેટલા મહેમાનો એ ખાસ હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન 2003થી આ ચિંતન શિબિરની પરંપરા શરૂ કરી હતી. આ વર્ષે યોજાનારી ચિંતન શિબિરમાં પાંચ વિષયો પર મનોમંથન કરવામાં આવ્યું હતું.
શિક્ષણનો મુદ્દો ખાસઃ ખાસ તો શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય વિકાસ અને ક્ષમતાનિર્માણને આવરી લેવાયો છે. શિબિરમાં સહભાગી થનારા અધિકારીઓ, પ્રત્યેક ગ્રુપમાં 45, એમ પાંચ ગ્રુપમાં ચર્ચાસત્રોમાં જોડાયા હતા. ચર્ચાને અંતે પોતાના નિષ્કર્ષ-ભલામણો પર મોટી ચર્ચા થઈ હતી. વિવિધ વિષયોના તજજ્ઞો આ સત્રોમાં પ્રેરક માર્ગદર્શન આપવા માટે આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી સુશાસનની એક મહત્વપૂર્ણ પહેલ ‘સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમે’ હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યા છે. એ જ રીતે, 2003 માં શરૂ થયેલી ચિંતન શિબિર પણ પોતાના 10 માં વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે.
- GPCC Chintan Shibir in Dwarka: કોંગ્રેસે દ્વારકાધીશના આશીર્વાદ લઈ ચૂંટણી માટેની તૈયારી
- જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 1 દિવસીય ચિંતન શિબિરનું આયોજનકાર્યક્રમનું આયોજન
- નડિયાદમાં કરાયું સુપોષિત ચિંતન સમારોહનું આયોજન, વિધાનસભાના મુખ્ય દંડક રહ્યા