ગુજરાત

gujarat

ETV Bharat / state

10th Chintan Shibir: એકતાનગર ટેન્ટસિટી ખાતે યોજાયેલ 10મી ચિંતન શિબિર પૂર્ણ, જાણો કઈ બાબતો પર થયું મનોમંથન - Narmada

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલ 10મી ચિંતન શિબિર આજે પૂર્ણ થઈ હતી. રાજ્ય સરકારની ત્રણ દિવસીય 10મી ચિંતન શિબિરમાં અનેક વિષયો પર ચર્ચા કરવામાં આવી. ચિંતન શિબિરને અંતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા જણાવ્યું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા જણાવ્યું
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા જણાવ્યું

By

Published : May 21, 2023, 6:47 PM IST

શિબિરમાં અનેક વિષયો પર ચર્ચા

નર્મદા: એકતા નગર ટેન્ટસિટી ખાતે 10મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ચિંતન શિબિરના મુદ્દાઓની અમલવારી સંદર્ભે રાજ્ય સરકાર આગામી દિવસોમાં કામગrરી કરશે. ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નર્સ ઇન્ડેક્સ અંતર્ગત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આપેલા પેરામીટર બનાવવામાં આવ્યા હતા. આરોગ્યના વિષયમાં બાળક, માતા અને પોષણ સંદર્ભે ચર્ચા થઈ. અન્ય રાજ્યોના તુલનામાં જ્યાં રાજ્ય સરકાર પાછળ છે તે સંદર્ભે પણ મંથન થયું હતું.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા જણાવ્યું

વર્ગ 1થી 4 સુધીના કર્મચારીઓને તાલીમ: 3 દિવસની આ ચિંતન શિબિરમાં આરોગ્ય, શિક્ષણ, શહેરી વિકાસ, ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નર્સ ઇન્ડેક્સ પર પણ ચિંતન કરવામાં આવી હતી. શિબિરમાં એઆઈ નવી વિકસિત ટેકનોલોજીનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. આ એ આઈની ટેકનોલોજી થકી પ્રજાકીય સેવા કર્યો માટે થઈ શકે છે. એઆઈનો ઉપયોગ કરી આખો વહીવટ સારી રીતે થઈ શકશે. નવી ટેકનોલોજી માટે ગુજરાત હંમેશા તૈયાર જ રહે છે. આગામી દિવસોમાં રાજ્ય સરકારના વર્ગ 1થી લઈને વર્ગ 4 સુધીના કર્મચારીઓની તાલીમ યોજાશે.

જાણો કઈ બાબતો પર થયું મનોમંથન

તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી: રાજ્યના 33 જિલ્લાઓમાં 10 અલગ અલગ સેક્ટરની અંદર 65 જેટલા મહત્વના મુદ્દાઓ અને 126 પાસા પણ ચેક કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્રભાઇ પટેલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજું પણ આપણે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ એમ છીએ. ચિંતનશિબિર આપણને સૌને નિજદર્શન કરવાની તક આપે છે. કોઇ જગ્યાએ કંઇ મુશ્કેલી હોય તો તેને આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે.

  1. Narmada Chintan Shibir: ગુજરાત સરકારની ચિંતન શિબિરના ફાયદા શું? જાણો નિષ્ણાતોનો મત
  2. Chintan Shibir 2023: દસમી ચિંતન શિબિર સંપૂર્ણ, અનેક વિષય પર થઈ ચર્ચા

ડિઝીટલ પેમેન્ટમાં 40 ટકાનો હિસ્સો ભારતનો: મુખ્યપ્રધાને નવતર પહેલ કરવાની વૃત્તિ બાબતે ઉદાહરણ આપતા કહ્યું કે વડાપ્રધાનશ્રીએ જ્યારે ડિઝીટલ ઇન્ડિયાની શરૂઆત કરી ત્યારે બધાને એમ લાગતું હતું કે આવી રીતે કોણ પેમેન્ટ કરશે. પણ આજે આપણે સૌ જોઇ શકીએ છીએ કે સમગ્ર વિશ્વમાં ડિઝીટલ પેમેન્ટમાં 40 ટકાનો હિસ્સો ભારતનો છે. પ્રજાનું હિત જોઇ અને જાણી યોજનાનો અમલ કરવો જોઇએ. યોજનાના પ્રારંભે કોઇ મુશ્કેલી હોય તો તેને દૂર કરી શકાય છે. ચિંતન શિબિરના માધ્યમથી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર થાય છે. રાજ્ય સરકાર નાગરિકોના હિતમાં સારી તમામ બાબતો અને સૂચનોના આધારે કામ કરી રહી છે. આવા સૂચનો અને ચિંતનશિબિરના મનોમંથનમાંથી આવેલા નિષ્કર્ષો ઉપર ત્વરિત કામ કરવા તેમણે જણાવ્યું હતું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details