ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર્યટન સ્થળના અસરગ્રસ્ત ખેડૂતોને સરકારની ઓફર

નર્મદાઃ જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે પર્યટન સ્થળ વિકસાવવા માટે રાજ્ય સરકારે કરેલા જમીન સંપાદાનને કારણે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી હતી. જે મુદ્દે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ. જે. દેસાઈની ખંડપીઠ સમક્ષ અસરગ્રસ્ત ખેડૂતોને રહેવા તથા ખેતી માટે વૈકલ્પિક જમીન આપવાની તૈયારી બતાવી છે. આ મુદ્દે ખેડૂતો 27મી ડિસેમ્બરના રોજ સોગંદનામું રજૂ કરી પોતાનો નિર્ણય રજૂ કરશે.

government offered to the farmers
government offered to the farmers

By

Published : Dec 25, 2019, 1:00 AM IST

ગ્રામજનોને સરકાર દ્વારા બે વિકલ્પો આપવામાં છે. એક તો તેમની જેટલી જમીન સંપાદિત થઈ છે, તેટલી જ જમીન સરકાર તેમને આપે અથવા તો સંપાદિત જમીનના રૂપિયા 7.5 લાખ પ્રતિ હેક્ટર લેખે વળતર આપવું તથા ગ્રામજનોના પુખ્ત પુત્રને અથવા પુત્ર ન હોય તો અપરણિત પુખ્ત પુત્રીને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ માટે પાંચ લાખ રૂપિયા આપવા.

સરકારી પોલિસી પ્રમાણે રહેઠાણ બનાવવા માટે આર્થિક સહાય કરવી. ટ્રાન્સપોર્ટેશન માટે પૈસા આપવા તથા સંપાદિત જમીન પર જો તેઓનું ઘર હોય, તો તેનું પણ વળતર ચૂકવવું. આ ઉપરાંત તેઓને રહેઠાણ માટે 100 સ્કવેર મીટરના પ્લોટમાં 25 સ્કવેર મીટર બાંધકામ કરી આપવું. આ રહેઠાણોને પાકા રોડ રસ્તા ગટર અને પાણીની સુવિધા પૂરી પાડી અને સાથે સાથે પ્રાઇમરી સ્કૂલ અને આંગણવાડીની તથા હેલ્થ કેરની પણ સુવિધા પુરા પાડવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details